મોરબીમા ઉદ્યોગો ઉપરનો ગેસ કાપ કાલે બુધવારથી સંપુર્ણપણે હટાવી લેવાશે

- text


સીરામીક એકમોને થશે રાહત , 100 ટકા ગેસ વાપરી શકાશે

મોરબી : મોરબીના ઉદ્યોગો ઉપરનો ગેસ કાપ સંપૂર્ણ પણે હટાવી દેવામાં આવનાર છે. અગાઉ છેલ્લે પીપળી રોડ ગેસ લાઈનમાં 5 ટકાનો કાપ હતો. તે પણ ગેસ કંપની દ્વારા આવતીકાલે બુધવારથી હટાવી લેવાની જાહેરાત કરવામાં આવતા તમામ ઉદ્યોગોને હવે રાહત થવાની છે.

મોરબીમાં ગેસની સપ્લાયને પહોંચી વળવા માટે જીએસપીસી દ્વારા તાબડતોબ પાઇપલાઇનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ પાઇપલાઇનના કામને પૂરું કરવા બાદ ગેસ કંપનીએ ઉદ્યોગો માટે જે ૨૦ ટકા ગેસ કાપ મુક્યો હતો. તેને ઘટાડીને ૧૦ ટકા કરી નાખ્યો હતો. ત્યારબાદ પરિસ્થિતિ સામાન્ય થઈ જતા તાજેતરમાં ગેસ કંપનીએ પીપળી ગાળા ગેસ લાઇનમાં માત્ર ૫ ટકા જ ગેસ કાપ યથાવત રાખ્યો હતો. આ સિવાયની ગેસની લાઈનોમાંથી ગેસ કાપ સંપૂર્ણ નાબૂદ કરી નાખ્યો હતો.

- text

હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને ગેસ કંપનીએ પીપળી ગાળા ગેસ લાઇન ઉપરનો જે 5 ટકા કાપ છે તે પણ હટાવવાની જાહેરાત કરી દીધી છે. જેથી આવતીકાલે બુધવારથી તમામ ઉદ્યોગો ઉપરથી ગેસ કાપ હટાવી દેવામાં આવનાર છે. જેનાથી ઉદ્યોગોને રાહત થવાની છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text