મોરબીના રફાળેશ્વર ગામે પરણીતાને ધમકી આપી કારમાં તોડફોડ કરીને આંતક મચાવ્યો

- text


બે મહિલા સહિત ચાર શખ્સો સામે તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો

મોરબી : મોરબીના રફાળેશ્વર ગામે રહેતી પરણીતાને બે મહિલા સહિત ચાર શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની કારમાં તોડફોડ કર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકર હોલની સામે રહેતી શાંતાબેન અમરશીભાઈ જાદવ નામની પરણીતાએ તે જ વિસ્તારમાં રહેતા સાગરભાઈ દેવજીભાઈ, સુરેશભાઈ દેવજીભાઈ , ચંપાબેન દેવજીભાઈ, વનીતાબેન દેવજીભાઈ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, આગાઉની કોઈ બાબતની માથાકૂટનો ખાર રાખીને ચારેય આરોપીઓએ ફરિયાદી તથા તેમની સાથે રહેલા અન્ય વ્યક્તિઓને ગાળો તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીના ઘર બહાર રહેલી તેમની કારમાં તોડફોડ કરી હતી.તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text