મોરબી : આમ આદમી પાર્ટી દ્વારા તંત્રને ઢંઢોળવા પાલિકાનું બેસણું યોજી નવતર વિરોધ કરાયો

આમ આદમી પાર્ટી મોરબીએ અગાઉ રજુઆત કર્યા છતાં સંતોષકારક જવાબ ન મળ્યો : પાર્ટીના કાર્યકરોએ પાલિકાના નામનું બેસણું યોજી અધિકારી અને પદાધિકારીઓના નામના ફૂલ પધરાવી તંત્રને સદબુદ્ધિ મળે તે માટે બે મિનિટ મૌન પાળીને પ્રાર્થના કરી

મોરબી : મોરબીમાં તંત્રની ધોર બેદરકારીના પાપે પ્રજાની દુવિધામાં વધારો થઈ રહ્યો છે. તંત્રના પાપે શહેરમાં ચારેકોર સમસ્યાઓના ગંજ ખડકાયા હોવાથી આમ આદમી પાર્ટી મોરબીએ અગાઉ આ મુદ્દે રજુઆત કર્યા છતાં પણ મચક ન આપતા આજે આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરોએ પાલિકાની બેસણું યોજીને નવતર વિરોધ પ્રદર્શન કર્યું હતું.તેમજ અધિકારી અને પદાધિકારીઓના નામના ફૂલ પધરાવીને તંત્રને સદબુદ્ધિ મળે તે માટે બે મિનિટ મૌન પાળીને પ્રાર્થના કરી હતી.

આમ આદમી પાર્ટી મોરબી શહેરના પ્રમુખ પરેશભાઈ પરિયા સહિતના હોદેદારો અને કાર્યકરોએ પ્રજાના પ્રશ્ને મોરબી પાલિકા તંત્ર સામે બાયો ચડાવીને લડતના મંડાણ કર્યા છે.અગાઉ આમ આદમી પાર્ટીએ પાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર તથા કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, મોરબીમાં કાયમી ચીફ ઓફિસરની નિમણુક ઘણા સમયથી થઈ ન હોવાથી લોક સમસ્યાઓ વકરી રહી છે.જેમાં ઉભરાતી ગટરની ગંદકી, ખરાબ રોડ રસ્તા, બંધ હાલતમાં લાઈટો અને પાણીની પળોજણથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.તેથી આ સમસ્યાઓ ઉકેલવા માટે કાયમી ચીફ ઓફિસરની નિમણુક કરવા અને સુરત જેવી ઘટના ન બને તે માટે બહુમાળી ઇમારતોમાં ફાયર સેફટીના નિયમોના પાલન માટે તથા એન.ઓ.સી માટે તાકીદે ફાયર ઓફિસરની નિમણુક કરવાની માંગ કરી હતી.આ છ મુદા આપીને ટુક સમયમાં યોગ્ય જવાબ ન મળે તો ગાંધી ચિધ્યા રાહે આંદોલન ચલાવવા તથા જરૂર પડ્યે ભૂખ હડતાલ કરવાની ચીમકી આપી હતી.

તેમ છતાં પાલિકા તંત્રએ દરેક વખતની જેમ ઉદાસીન વલણ જ દાખવતા આજે તંત્રને ઢંઢોળવા માટે આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરોએ પાલિકા તંત્રના નામનું બેસણું રાખ્યું હતું અને પાલિકા કચેરીમાં જ તંત્રના નામનું બેસણું યોજીને પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરના નામના ફૂલ પાલિકાના ગેટ પાસે જ પધરાવીને તંત્રને સદબુદ્ધિ મળે તે માટે બે મિનિટ મૌન પાળીને પ્રાર્થના કરી હતી.તેમજ તંત્રને આવેદન આપી જો પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં નહિ આવે તો આનાથી પણ વધુ જલદ આંદોલન કરવાની ચીમકી આપી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne