મોરબીમાં 108ની ટીમે એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી : જોડિયા બાળકો જનમ્યા

- text


108ની ટીમની સરાહનીય કામગીરી : પ્રસુતા અને જોડિયા બાળકો એકદમ તંદુરસ્ત

મોરબી : મોરબી નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હતી.જો કે હોસ્પિટલમાં પ્રસુતિ કરવા લઈ જવામાં ઘણો વિલંબ થાય તેમ હોવાથી 108ની ટીમને એમયુલન્સમાં જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી.108 ટીમની કુનેહભરી કામગીરીથી પ્રસૂતાને બે જોડિયા બાળકોની નોર્મલ ડીલેવરી થઈ હતી.

આ બનાવની 108 આમરણ લોકેશન ટીમ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર આજે મોરબીના ફડસર ગામે રહેતી જશુબેન બચુભાઇ જેઠા ઉ.વ.35 નામની મહિલાની પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો હતો.આ બનાવની જાણ થતાં આમરણ 108 ટીમના ઈએમટી શૈલેષભાઇ કાછડિયા, પાયલોટ રવિરાજસિંહ જાડેજા દોડી ગયા હતા.જોકે આ પ્રસૂતાની સ્થિતિ ગંભીર હોવાથી હોસ્પિટલમાં લઈ જવામાં વિલંબ થાય તેમ હતો આથી આ 108ની ટીમે ત્વરિત નિર્ણય લઈને 108 એમ્બ્યુલન્સમાં જ આ મહિલાની સફળતા પૂર્વક ડિલિવરી કરાવી હતી અને આ મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. હાલ માતા અને બન્ને બાળકો એકદમ તંદુરસ્ત છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ મહિલાનો 10 વર્ષનો લગ્નગાળો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text