મોરબીમાં સરકારના પરિપત્રનો ઉલાળીયો : રાત્રી બજાર મામલે પાલિકા હજુ અવઢવમા!!

- text


નગરપાલિકા વિસ્તારમાં દુકાનો રાત્રે 2 વાગ્યા સુધી ખુલી રાખવા દેવાના સરકારના પરિપત્ર બાદ પણ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી નહિ

મોરબી : મહાનગરપાલિકા વિસ્તારમાં આખી રાત તેમજ નગરપાલિકા વિસ્તારમાં રાતના 2 વાગ્યા સુધી બજારો ખુલી રાખવા દેવી તેવો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જો કે રાજ્ય સરકારના આ પરિપત્રનું પાલન કરવામાં મોરબી પાલિકાને જાણે પેટમાં દુઃખતું હોય તેવો ઘાટ સર્જાયો છે. હાલ વેપારીઓમાં એવી માંગ ઉઠી છે કે મોરબી પાલિકા પણ તુરંત આ અંગે જાહેરાત કરીને વેપારીઓને રાતે 2 વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવાની છૂટ આપે.

ગુજરાત સરકાર દ્વારા મહાનગરપાલિકાઓમાં આખી રાત્રી અને નગરપાલિકાના વિસ્તારોમાં રાત્રીના બે વાગ્યા સુધી હોટેલો અને તમામ ધંધાઓ શરતોને આધીન ચાલુ રાખવા દેવાની જાહેરાત કરવામાં આવી છે જે સમગ્ર રાજ્યમાં લાગુ પડી ગયુ છે પરંતુ મોરબી જીલ્લામાં વાંકાનેર શહેરમાં જ આ કાયદો બે દિવસ પૂર્વે લાગુ કરવામાં આવ્યો છે જ્યારે મોરબી જીલ્લાનું હાર્દ ગણવામાં આવતું મોરબી શહેર પહેલાની જેમ જ રાત્રીના સાડા અગિયાર વાગ્યે બંધ કરાવી દેવામાં આવે છે કેમ કે હજુ સુધી આ પરિપત્ર મોરબી નગરપાલિકા દ્વારા લાગુ કરવામાં આવ્યું નથી. જેના કારણે મોરબીના નાના ધંધાર્થીઓમાં રોષ વ્યાપી ગયો છે.

- text

બીજી બાજુ રાજકીય વિશ્લેષકોના અનુમાન મુજબ મોરબી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે. જ્યારે આ જાહેરાત ગુજરાત રાજ્યની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી છે જેથી બંને રાજકીય પક્ષો વચ્ચે નાના ધંધાર્થીઓને ભોગ બનવું પડે છે. જો કે તંત્ર દ્વારા આચારસંહિતા બાદ તુરંત જ આ કાયદો લાગુ કરવામાં આવશે તેવું જણાવાયું હતું પરંતુ આજદિન સુધી આ કાયદો લાગુ કરવામાં ન આવતા મોરબીની પ્રજામાં રોષ જોવા મળ્યો છે અને હોસ્પિટલના કામે આવતા લોકોને ચા પાણી પણ ન મળતા પાલિકા તંત્ર પ્રત્યે રોષની લાગણી પ્રવર્તી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text