નાનાભેલા ગામનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

- text


માળીયા (મી.) : માળિયા મીયાણા તાલુકાના નાનાભેલા ગામના લોકો નોકરી ધંધા અને રોજગારી માટે અલગ અલગ ગામો કે શહેરોમાં સ્થાયી થયા હોય વારંવાર બહુ ઓછું રૂબરૂ મળવાનું થતું હોય છે. એવા ઘણા પરિવારો છે જે મુળ નાનાભેલા ગામના છે જે વર્ષોથી અન્ય શહેરોમાં સ્થાયી થયા છે. માટે ગામના વડીલોએ એક યાદગાર પ્રસંગ બની રહે તે માટે મોરબી ખાતે નાનાભેલા ગામના લોકો એક બીજાના કાયમ પરિચયમાં રહે અને એક બીજાને મદદ સહેલાઇથી મળી રહે તેવા હેતુસર મોરબીના શીવ હોલમાં સ્નેહમિલન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ કાર્યક્રમમાં ગામના દરેક જ્ઞાતીના લોકો માટે એક સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા મુળ નાનાભેલા ગામના, અલગ અલગ શહેરોમાં વસવાટ કરતા ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સહુ ગ્રામજનોએ સાથે ભોજન માણતા માણતા એક બીજાનો પરિચય કેળવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ગામના વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી અને વડીલોના આ પ્રયાસને બિરદાવ્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text