મોરબી : માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ફાયર સેફટીના નિયમોનું કડક પાલન કરવા આદેશ

- text


શાળાના બાંધકામ, ફાયર સેફટી અને વીજ ઉપકરણના નિયમોના પાલનમાં ઉદાસીનતા કોઈ કાળે ચલાવી નહિ લેવાય : જિલ્લા શિક્ષણાધિકારીની કડક ચેતવણી

મોરબી : મોરબી જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ફાયર સેફટી સહિતના તમામ નિયમોનું કડક રીતે પાલન કરવા જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના સંચાલકોને આદેશ આપ્યો છે.સાથોસાથ આ તમામ નિયમોનું યોગ્ય રીતે પાલન કરાવવાની ચીફ ઓફિસરને સુચના આપી છે.તેમણે શાળાના બાંધકામ અને ફાયર સેફટી અને વીજ ઉપકરણોના નિયમોની જાળવણીમાં બેદરકારી કોઈ કાળે ચલાવી નહિ લેવાય તેવી કડક ચેતવણી આપી પણ છે.

- text

સુરતના એક ખાનગી ટ્યુશન ક્લાસિસમાં ગોઝારી દુર્ઘટના બાદ મોરબીમાં તંત્ર હરકતમાં આવ્યું છે.ભવિષ્યમાં આવી ઘટના નિવારી શકાય તે માટે શાળાના બાંધકામ અને ફાયર સેફટી તથા વીજ ઉપકરણોના નિયમોની જાળવણીમાં બેદરકારી કોઈ કાળે નહિ ચલાવી લેવાય તેવી કડક ચેતવણી સાથે મોરબી જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ફાયર સેફટીના નિયમોનું કડક રીતે પાલન કરવા શાળાના આચાર્ય અને સંચાલકોને આદેશ આપ્યો છે.તેમજ સુરત જેવો બનાવ ભવિષ્યમાં ન બને તે માટે જે તે શાળાનું બાંધકામ , વર્ગખંડો,લેબોરેટરી, કોમ્યુટર વર્ગ, બાંધરૂમ કે શોચાલય વગેરે અન્ય પ્રકારના બાંધકામ વિધાર્થીઓ માટે જોખમી છે કે કેમ ચકાસણી કરવા, ફાયર સેફટીના સાધનો શાળાના મકાનની જરૂરિયાત ધ્યાનમાં રાખીને વસાવવા, તેનું રિફાઇલિંગ અને જરૂરી તપાસ નિયમન કરવા, શાળાની સલામતીના નૉમ્સ મુજબ યોગ્ય કાર્યવાહી કરવા, શાળાની સેફટી ઓડિટ કરવા, ફાયર સેફટી સહિતના નિયમો અંગે સાહિત્ય રાખવા, વિધાર્થીઓને હાનિ પહોંચાડે તેવી હાનિકારક પ્રવૃત્તિઓથી શાળાને મુક્ત કરવા, શાળા આસપાસ જોખમી પ્રવૃત્તિ બંધ કરવા, મુખ્ય માર્ગ પર શાળા હોય તો વિધાર્થીઓને અકસ્માતથી બચાવવા માટેના પગલાં લેવા, ચોમાસા દરમ્યાન અતિવૃષ્ટિમાં વિધાર્થીઓની સલામતી માટે તકેદારીના પગલાં લેવા અને શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી માટે નોડલ ઓફિસરની નિમણુક કરવાની તાકીદ કરી છે.
આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text