મોરબીમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરનાર પિતરાઈ ભાઈ અને કાકાની ધરપકડ

- text


 

 

બાઇકના ડોક્યુમેન્ટ લેવા બાબતે થયેલો ઝઘડો હત્યામાં પરીણમ્યો ‘તો

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર બાપાસીતારમ ચોક નજીક પિતરાઈભાઈએ યુવાન પર છરીથી હુમલો કર્યો હતો.આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાને સારવાર દરમ્યાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટયો હતો.બાઇકને ડોક્યુમેન્ટ લેવા બાબતે થયેલો ઝઘડો લોહિયાળ બન્યો હતો. આ બનાવના પગલે પોલીસે પિતરાઈ ભાઈ અને તેના પિતાને ઝડપી લીધા છે.

મોરબીના રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોક પાસેની રાધે શ્યામ પ્રોવિઝન સ્ટોરની ઉપર આવેલ બંસરી ટોય નામની દુકાન પાસે અમિત પ્રવીણભાઈ ભાલોડિયા ( મૂળ આમરણવાળા) નામનો યુવાન હતો. ત્યારે તેના પિતરાઈ ભાઈ રાહુલ કિશોરભાઈ ભાલોડિયા અને તેના પિતા કિશોરભાઈ ભાલોડિયાએ ત્યાં આવીને બાઇકના ડોક્યુમેન્ટ લેવા બાબતે ઝઘડો કર્યો હતો.જેમાં વાત વણસી જતા ઉશ્કેરાયેલા પિતરાઈ ભાઈ રાહુલે અમિતને છરીના ઘા ઝીકી દીધા હતા.બાદમાં યુવાનને લોહીલુહાણ હાલતમાં જ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજતા મામલો હત્યામાં પરીણમ્યો હતો.

- text

આ બનાવ અંગે મૃતકના પિતા પ્રવીણભાઈ ભીમજીભાઈ ભાલોડિયા (મૂળ આમરણવાળા) એ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલોકોમાંજ આરોપી પિતા પુત્રને ઝડપી લીધા હતા.આ બનાવ અંગે એ ડિવિઝન પીઆઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, અગાઉ મૃતક યુવાન અમિતે આરોપી રાહુલના ભાઈના નામે મોટર સાયકલ નવું ખરીદ્યું હતું.આથી અસલી ડોક્યુમેન્ટ આરોપી પાસે હતા.તેથી મૃતક યુવાન બાઇકના અસલી ડોક્યુમેન્ટ પોતાના નામે કરવા માંગતો હતો.આ બાબતે અમિત અને રાહુલ વચ્ચે ચાલતો ઝઘડો અંતે લોહિયાળ બન્યો હતો.પોલીસે હાલ બન્ને આરોપીની ધરપડક કરીને વધુ તપાસ હાથ ધરી છે.

- text