૨૭મી જુને મોરબી જિલ્લાનો મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય તરફથી લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો જુન-૨૦૧૯ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તા.૨૭/૦૬/૨૦૧૯ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. જેમાં જિલ્લા કક્ષાનાં પ્રશ્નો- ફરિયાદો ૧૦મી જુન-૨૦૧૯ સુધીમાં સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને પહોંચતા કરવાના રહેશે. તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ જે-તે તાલુકા મથકે મામલતદાર કચેરીમાં યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો તેમને પહોંચતા કરવાના રહેશે તેમજ ગ્રામ સ્વાગતમાં ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો/રજૂઆત અંગેની અરજી ‘‘મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી’’ તેમ લખીને સંબંધિત ગામના તલાટી/મંત્રીશ્રીને સંબોધીને પહોંચતી કરવા એક યાદીમાં જણાવાયું છે.

અરજી મોકલનાર અરજદારે લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો જ મોકલવા તેમજ અગાઉ સંબધીત ખાતામાં કરેલ રજુઆતનો આધાર રજુ કરવો. આ ઉપરાંત આપવામાં આવેલ જવાબની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી. અગાઉ રજુ કરેલ પ્રશ્ન બીજી વખત રજુ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક, માસનું નામ લખવુ. પ્રશ્ન કે અરજીમાં પ્રશ્ન કર્તાનું પુરૂ નામ, પુરે પુરૂ સરનામું, અને ફોન નંબર લખવાનો રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. અરજી સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે હોવી જરૂરી છે. અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાનાં રહેશે. સરકારી કર્મચારીઓનાં નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજુ કરી શકાશે નહી. પ્રશ્ન અરજદારનો પોતાનો હોવો જોઈએ, બીજાનો પ્રશ્ન ધ્યાને લેવાશે નહી. કોર્ટ મેટર, ચાલતા દાવાઓ, આક્ષેપો, અંગત રાગઘ્વેશને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહી. તાલુકા કક્ષાના પ્રશ્ન માટે સંબધીત મામલતદારને અરજી કરવાની રહેશે.

- text

મહેસુલી તંત્રને લગતા પ્રશ્નો મોરબી જિલ્લા પુરતા જિલ્લા કલેકટર કચેરી, મોરબી ખાતે રજુ કરવાનાં રહેશે. અન્ય ખાતાના પ્રશ્નો હોય તો તે પ્રશ્નો જેતે ખાતાને જ મુદત સમય દરમ્યાન રજુ કરવાના રહેશે. જયારે (૧)મહેસુલી તંત્ર (ર)જિલ્લા પંચાયત (૩)પોલીસ વિભાગ (૪)ગુજરાત વિઘુતબોર્ડ (પ)એસ.ટી.
(૬) પાણી પુરવઠા બોર્ડ (૭)નગરપાલીકાના પ્રશ્નો જિલ્લા કલેકટર કચેરી, મોરબી ખાતે તારીખ૨૭/૦૬/૨૦૧૯નાં રોજ સવારનાં ૧૧.૦૦ કલાકે કચેરીનાં સભાખંડમાં સંબંધિત ખાતાનાં અધિકારીઓ અને કલેકટર સાંભળશે. આ સિવાયના અન્ય ખાતાના પ્રશ્નોની ચર્ચા કલેકટર કચેરી ખાતે થશે નહી. આ સિવાયનાં પ્રશ્નો માટે જિલ્લામાં આવેલી જે તે ખાતાની જિલ્લા કક્ષાની કચેરીમાં તે જ દિવસે ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા અધિકારીઓ પ્રશ્નોનો નિકાલ કરશે. જેની અરજદારોને નોંધ લેવા નિવાસી અધિક કલેકટર કેતન જોષી મોરબીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

આ ઉપરાંત મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક ૧૪મી જુનના રોજ બપોરે ૩:૦૦ કલાકે મળશે. મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક તા.૧૪/૦૬/૨૦૧૯ના રોજ બપોરના ૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં ફરીયાદ સમિતીમાં રજુ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. તેમજ સંકલન સમિતિની બેઠકમાં રજુ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. જેને ધ્યાનમાં લઇ આ બેઠકમાં જિલ્લાના તમામ અધિકારીઓએ જરૂરી વિગતો સાથે જાતે જ ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષીએ એક યાદીમાં જણાવ્યું છે.આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text