મોરબીમાં ફાયર સેફટી અંગે સ્કૂલ,ટ્યુશન કલાસીસ અને હોસ્પિટલ માટે માર્ગદર્શન શિબિર યોજાઇ

- text


ફાયરના નૉમ્સનું પાલન કરાશે તો જ એનઓસી મળશે એવી અધિકારીઓની સ્પષ્ટ વાત

મોરબી : મોરબીના ટાઉનહોલ ખાતે આજે ફાયર સેફટી અંગે સ્કૂલ, ટ્યુશન કલાસીસ તથા હોસ્પિટલ સહિતના સંચાલકો સાથે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સ્કૂલ અને ટ્યુશન કલાસીસના સંચાલકોના મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરાયું હતું.આ તકે ટ્યુશન ક્લાસિસનો સંચાલકોએ એક જ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે,હવે ટ્યુશન કલાસીસ ક્યારે શરૂ થશે જેના જવાબમાં અધિકારીએ ફાયરના નૉમ્સનું પાલન કરાશે તો જ એન.ઓ.સી.મળશે તેવી સ્પષ્ટ વાત કરી હતી.
સુરતની ગોઝારી દુર્ઘટના પછી મોરબીમાં હરકતમાં આવેલા પાલિકા તંત્રએ ફાયર સેફટી વિહોણા ટ્યુશન ક્લાસિસને બંધ કરી દીધા છે.ત્યારે આજે મોરબીના ફાયર સેફટી અંગે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સ્કૂલ, ટ્યુશન કલાસીસ અને હોસ્પિટલના સંચાલકોને રાજકોટના ફાયર વિભાગના નડિયાપરા અને મોરબી ચીફ ઓફિસર સાગર રાડીયાએ ફાયર સેફટી અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.ત્યારે આ સંચાલકોએ એન.ઓ.સી કયારે મળશે તે સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા.જેના જવાબમાં ચીફ ઓફિસરે કહ્યું હતું કે,ફાયરના નોમસનું પાલન કરશે તો જ એન.ઓ.સી.મળશે.જેમાં એન.ઓ.સી માટેના પુરાવારૂપ બીલડીગ સર્ટિફિકેટ, જી.ઇ.બીનું સર્ટિફિકેટ સહિતના તમામ યોગ્ય પુરાવા હશે તો જ એન.ઓ.સી મળશે. આથી સંચાલકોએ એન.ઓ.સી.અંગે રાજકોટથી ફાયલ સ્વીકારતા ન હોવાની રજુઆત કરતા અંગે અધિકારીએ ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.જોકે ટ્યુશન કલાસીસના સંચાલકોએ એક જ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે હવે ટ્યુશન કલાસીસ ક્યારે શરૂ કરાશે તેના જવાબમાં ચીફ ઓફિસરે ઉપરથી આદેશ આવ્યા બાદ જ ચાલુ કરી શકાશે તેવી સ્પષ્ટ વાત કરી હતી.ત્યારે સંચાલકોએ એવો સવાલ કર્યો હતો કે તેઓ ફાયર સેફટીના તમામ નિયમોનું પાલન કરશે પરંતુ પાલિકા પાસે ચોથા માળથી ઉપર અગ લાગે તો બુઝાવાની સાધન સામગ્રી નથી.તો એના માટે શું કરશો? તેથી પાલિકા તંત્ર આ માટે યોગ્ય કાર્યવાહી કરવાનું તથા સ્કૂલ અને ટ્યુશન ક્લાસિસોમાં ફાયર સેફટીના તમામ નિયમોનું પાલન કરવાની પણ તાકીદ કરી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text