મોરબીના 11 ગામોમાં બુધવારે 24 કલાકનો પાણી કાપ

- text


મોરબી : રફાળેશ્વરથી મચ્છુ 2 ડેમ જતી 66 કેવીની વીજ લાઈન રીપેરીંગ માટે 11 કેવીની વિજલાઈનની કામગીરી માટે સલામતી માટે તારીખ 5 જૂનને બુધવારના રોજ સવારે 6:30 કલાકથી સાંજના 7:30 સુધી વીજ પુરવઠો બંધ રહેવાનો હોવાથી મચ્છુ 2 ડેમ ખાતે ડેડવોટર પંપિંગ બંધ રહેવાનું હોવાને કારણે 11 ગામોને 24 કલાક સુધી પાણી પુરવઠો બંધ રહેશે.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેરની અખબારી યાદી અનુસાર તારીખ 5/6/2019ને બુધવારે સવારના 7:00 વાગ્યાથી 24 કલાક માટે રવાપર, ભડિયાદ, લાલપર, ત્રાજપર, ઇન્દિરાનગર, મહેન્દ્રનગર, નવી-જૂની પીપળી, ધરમપુર, ટીંબડી તથા ઓજી વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે. તારીખ 6/6/2019ની સવારથી પાણી સપ્લાય રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે એમ એક યાદીમાં જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text