મોરબી : 12 સાયન્સ પાસ કરેલા A તથા B ગ્રુપના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર

મોરબી : ધોરણ બારમાં ઉત્તીર્ણ થયેલા વિજ્ઞાન પ્રવાહના એ તથા બી ગ્રુપના વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે દર્શન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી દ્વારા એક નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 2 જુનને રવિવારે સવારે 9:00 કલાકે મેડિકલ અને પેરામેડીકલની જાણકારી તેમજ ફાર્મસી અને એગ્રીકલચરના એડમિશન માટેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવનાર છે. જ્યારે ગ્રુપ એના વિદ્યાર્થીઓ માટે 2 જુનને રવિવારે સવારે 10:30 કલાકે એસીપીસી એન્જીનીયરીંગ એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન તેમજ ગુજરાતની ટોપ ટેન કોલેજોની યાદી, કઈ બ્રાન્ચમાં 4 વરસના અભ્યાસ બાદ વધુ તકો રહેલી છે, બ્રાન્ચ અને કોલેજની વૈજ્ઞાનિક. પદ્ધતિથી પસંદગી અને સરકારી સ્કોરશીપ અંગેની માહિતી સહિત તમામ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવનાર છે.

મોરબી ખાતે ટાઉનહોલમાં આ બન્ને ગ્રુપના વિદ્યાર્થીઓ તેમજ એમના વાલીઓને યોગ્ય માર્ગદર્શન માટે આયોજિત આ નિઃશુલ્ક સેમિનારમાં પધારવા આયોજકોએ અપીલ કરી છે. વધુ માહિતી માટે મો.નં. 9978300475 પર સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.