હળવદમાં ટીકર ખાતે આંબેડકર યુવા ગ્રુપ દ્વારા ભીમ ડાયરાનું આયોજન

- text


હળવદ: હળવદ તાલુકાના ટીકર (રણ) ખાતે આંબેડકર યુવા ગ્રુપ ટીકર દ્વારા શિક્ષિત બાળકોને પ્રોત્સાહન આપવાના લાભાર્થે ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

શિક્ષિત બાળકોને પ્રોત્સાહન આપવાના લાભાર્થે આ ભીમ ડાયરામાં મુખ્ય અતિથિ તરીકે વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી તેમજ પાટડી દસાડાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહેશે. તારીખ 3/6 /2019ને સોમવારે 9:00 કલાકે આયોજિત આ ભીમ ડાયરામાં પધારવા માટે આંબેડકર યુવા ગ્રુપ ટીકર (રણ) દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text