મોરબીની પી.જી.પટેલ કોલેજે બીબીએના પરિણામમાં ડંકો વગાડ્યો

કોલેજની ત્રણ છાત્રાઓ જવલંત સિદ્ધિ મેળવીને કોલેજનું ગૌરવ વધાર્યું

મોરબી : મોરબીના નામાંકિત શૈક્ષણિક સંકુલ પી.જી.પટેલ કોલેજે ફરી બીબીએ સેમેસ્ટર -4 ના પરિણામમાં ડંકો વગાડી દીધો હતો. કોલેજની ત્રણ છાત્રાઓએ મોરબી જિલ્લામાં એક થી ત્રણ નંબર મેળવીને જવલંત સિદ્ધિ હાંસલ કરીને કોલેજનું નામ રોશન કર્યું છે.

મોરબીમાં છેલ્લા 15 વર્ષથી વિધાર્થી જીવન ઘડતર અને શિક્ષણ માટે સતત અગ્રેસર રહેતી નામાંકિત શૈક્ષણિક સંસ્થા પી.જી.પટેલ કોલેજે બીબીએ સેમ-4ના પરિણામમાં ફરી મેદાન માર્યું છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા બીબીએ સેમ-4નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં પી જી.પટેલ કોલેજ સમગ્ર મોરબી જિલ્લામાં મોખરે રહી છે. જેમાં કોલેજની વિદ્યાર્થીની ઝાલા નિધિબા કિશોરસિંહે 80.63 ટકા સાથે મોરબી જિલ્લામાં પ્રથમ અને ફુલતરિયા વૈદેહી યોગેશભાઈએ 77.50 ટકા સાથે મોરબી જિલ્લામાં બીજો તથા પારેખ નંદની સુરેશભાઈએ 77.50 ટકા સાથે જવલંત સિદ્ધિ હાંસલ કરીને પોતાની કોલેજનું ગૌરવ વધાર્યું છે. પી.જી.પટેલ કોલેજની ત્રણ વિદ્યાર્થીનીઓએ બીબીએ સેમ- 4માં શ્રેષ્ઠ પરિણામ મેળવતા આ સંસ્થાના આદ્યસ્થાપક દેવકરણભાઈ આદ્રોજા, જતીનભાઈ તથા પ્રિન્સિપાલ રવીન્દ્રભાઈ ભટ્ટએ વિધાર્થીઓ તથા કોલેજના સ્ટાફગણને શુભેચ્છાઓ પાઠવી છે.