વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર ભરવા બાબતે યુવાન પર છરીથી હુમલો

- text


બે શખ્સો સામે જીવલેણ હુમલો કર્યાનો ગુનો નોંધાયો

વાંકાનેર : વાકાનેર બાઉન્ડરી હાઇવે પર રિક્ષામાં પેસેન્જરો ભરવા બાબતે માથાકૂટ થયા બાદ ઉશ્કેરાયેલા બે શખ્સોએ યુવાન પર છરીથી હુમલી કરતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ બાબતે પોલીસે બે શખ્સો સામે જીવલેણ હુમલો કર્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતી અનુસાર વાંકાનેરના રંગપર ગામે રહેતા અમરાભાઈ જેઠાભાઇ ગાગીયા ઉ.વ.50એ રવિભાઈ કમભાઈ બોયર અને કાળુંભાઈ નાથાભાઈ ગર સામે જીવલેણ હુમલો કર્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમનો પુત્ર રવિ અમરાભાઈ ગાગીયા ઉ.વ.18 રીક્ષા ચલાવે છે.અને રવિ ગતતા 26ના રોજ પોતાની રીક્ષા લઈને વાંકાનેર બાઉન્ડરી હાઇવે પર ગારીયા ગામના બોર્ડ નજીક હતો.તે સમયે તેને આરોપીઓ સાથે રિક્ષામાં પેસેજનરો બાબતે માથાકૂટ થઈ હતી જેથી ઉશ્કેરાયેલા આ બન્ને આરોપીઓ રવિ સાથે રહેલા એક વ્યક્તિના પેટના ભાગે છરીના ધા ઝીકી દીધા હતા બાદમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.પીલિસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text