મોરબીના બગથળા ગામની વિદ્યાર્થીનીએ ધો.10માં 99.57 પીઆર મેળવ્યા

મોરબી : મોરબીના બગથળા ગામના ઠોરિયા પરિવારની પુત્રએ ધો.10માં જવલંત સિદ્ધિ મેળવીને ગામનું ગૌરવ વધાર્યું છે.બગથળા ગામની સ્કૂલમાં ભણતી ઠોરિયા જહાનવી પરેશભાઈએ ધો.10ની બોર્ડની પરીક્ષામાં 91.33 ટકા અને 99.57 પીઆર મેળવીને ઠોરિયા પરિવાર અને ગામનું નામ રોશન કર્યું છે.જે બદલ ઠોરિયા પરિવારે પુત્રીને ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દીની શુભકામનાઓ પાઠવી છે.