સીરામીકમાં એકાઉન્ટનું કામ કરતા કર્મચારીના પુત્રએ ધો.10માં એવન ગ્રેડ મેળવ્યો

મોરબી : મોરબીમાં સીરામીક કંપનીમાં એકાઉન્ટનું કામ કરતા સામાન્ય કર્મચારીના પુત્રએ અથાક પરિશ્રમ કરીને ધો.10માં એવન ગ્રેડ સાથે જવલંત સિદ્ધિ હાંસલ કરી છે.

મોરબીની ઉમા વિધા સંકુલમાં અભ્યાસ કરતા કુબાવત હર્ષ ભરતભાઇ ધો.10માં બોર્ડની પરીક્ષામાં 92.33 ટકા અને 99.71 પીઆર સાથે એવન ગ્રેડ મેળવ્યો છે.તેના પિતા ભરતભાઇ કુબાવત વૃદાવન સીરામીકમાં એકાઉન્ટનું કામ સંભાળે છે. તેમણે પુત્ર ભણી ગણીને આગળ વધીને સમાજમાં મોભાદાર સ્થાન મેળવે તે માટે સારું શિક્ષણ આપવા માટે ભારે મહેનત કરી હતી. અને પુત્રએ પણ પિતાની મહેનતને સાર્થક કરી હતી. પુત્રએ ધો.10માં અથાક પુરુષાર્થ કરીને જવલંત સિદ્ધિ મેળવીને સમાજમાં પિતાને ગૌરવ અપાવ્યું છે.