વાંકાનેરમાં ટયુશન કલાસીસ, સ્કૂલ અને હોસ્પિટલમાં ફાયર સેફટી મામલે સઘન ચેકિંગ

- text


 

 

4 ટ્યુશન કલાસીસ જોખમી હોવાથી બંધ કરાવાયા : એક સ્કૂલને ચોથો માળ દૂર કરવાની નોટિસ ફટકારી

વાંકાનેર : વાંકાનેરમાં પાલિકા તંત્રની ટીમે આજે ફાયર સેફટી મામલે ટ્યુશન કલાસીસ અને સ્કૂલ તથા હોસ્પિટલમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં 4 ખાનગી ટ્યૂશન ક્લાસિસમાં ફાયર સેફટીની કોઈ સુવિધા ન હોવાથી આ ચારેય ટ્યુશન ક્લાસિસને બંધ કરાવ્યા હતા.આ ઉપરાંત એક સ્કૂલનો ચોથો માળ પણ દૂર કરવાની નોટિસ ફટકારી હતી.

- text

સુરતની ગોઝારી દુર્ઘટના પછી વાંકાનેરમાં પાલિકા તંત્ર ફાયર સેફટી મામલે સઘન ચેકિંગ કરવા હરકતમાં આવ્યું છે અને આજે વાંકાનેર ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને તેમની ટીમ ફાયર સેફટી મામલે વાંકાનેર બજાર વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું.પાલિકા તંત્રની ટીમે વાંકાનેર બજાર વિસ્તારમાં આવેલી સ્કૂલો અને હોસ્પિટલ તથા ટ્યુશન કલાસીસમાં ચેકિંગ કરતા 4 ટ્યુશન કલાસીસમાં ફાયર સેફટી ન હોવાથી જોખમી આ ચારેય ટ્યુશન કલાસીસ બંધ કરાવી દીધા હતા. તેમજ બે હોસ્પિટલમાં પણ તપાસ કરી હતી.બાદમાં શારદા વિધાલયમાં તપાસ કરતા ફાયર સેફટીનું ઉલંઘ્ઘન થતું હોવાનું ધ્યાને આવતા પાલિકાની ટીમે આ સ્કૂલને ચોથો માળ દૂર કરવાની નોટિસ ફટકારી હતી.અત્રે ઉલ્લેખનીય છે.જ્યાં સ્કૂલ છે.તે જગ્યાએ અનેક મંજૂરી વગરના બાંધકામો આવેલા છે.ત્યારે આ ચેકિંગ વખતે આ ગેરકાયદે બાંધકામો તંત્રને કેમ ન દેખાયા ? એક તો આ બાંધકામો ગેરકાયદે છે.ઉપરથી એમાં ફાયર સેફટીની કોઈ સુવિધા નથી.છતાં તંત્રએ કેમ આંખ મિચામણા કર્યા તે મોટો સવાલ છે.જોકે આ ગેરકાયદે બાંધકામો બનતા હતા.ત્યારે પણ જાગૃત નાગરિકોએ તંત્ર સમક્ષ ફરિયાદ કરી હતી.પણ તંત્રએ કોઈ પગલાં લીધા નથી.ત્યારે હવે કદાચ મેઈન બજાર વિસ્તારમાં સુરત જેવી ઘટના કદાચ બને તો તેના માટે જવાબદાર કોણ ?

- text