ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર : મોરબી જિલ્લો 84.11 ટકા સાથે ત્રીજા ક્રમે

- text


મોરબી : ગુજરાત શૈક્ષણિક બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે સવારે જાહેર થયું છે. ત્યારે સમગ્ર ગુજરાતનું 73.84 ટકા પરિણામ આવ્યું છે. મોરબીમાં કુલ 5399 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યા હતા. જેમાંથી 5387 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
એ વન ગ્રેડ માં માત્ર 10 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. જ્યારે એ ટુ ગ્રેડમાં 276, બી વન ગ્રેડમાં 265, બી ટુ ગ્રેડમાં 1296, સી વન ગ્રેડમાં 1430, સી ટુ ગ્રેડમાં 713 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. મોરબી જિલ્લાના પાંચ તાલુકા પૈકી સૌથી વધુ પરિણામ હળવદ તાલુકા કેન્દ્રનું 87.39 ટકા રહ્યું છે. જ્યારે મોરબી કેન્દ્રનું 82.64 ટકા, વાંકાનેર કેન્દ્રનું 84.36 ટકા અને ટંકારા કેન્દ્રનું 84.70% પરિણામ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લો સમગ્ર ગુજરાતમાં 84.11 ટકા પરિણામ સાથે રાજ્યમાં ત્રીજા ક્રમે રહ્યો છે.
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના આવેલા પરિણામથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હરખ છવાયો છે આમ છતાં ગઈકાલે સુરતમાં બનેલી દુઃખદ ઘટનાને કારણે ઘણા સ્થળોએ આ પરિણામની ઉજવણી કરવામાં આવી રહી નથી અથવા સાદાઈથી ઉજવણી થઈ રહી છે

- text

- text