મોરબીમા શિક્ષકની પુત્રી ધો.12 આર્ટ્સમા સમગ્ર રાજ્યમાં તૃતીય ક્રમે

- text


મોરબી : મોરબીની ધોળીબેન જયરાજભાઈ પટેલ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આરજુ રાકેશભાઈ કાનાણીએ ધો.12 આર્ટ્સ પ્રવાહમાં 93.23 ટકા અને 99.97 પીઆર સાથે જવલંત સફળતા મેળવી છે પોતાની સફળતા અંગે આરજુ કહે છે કે, તેણીએ નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરી ધો.10માં 94 ટકા સાથે એવન ગ્રેડ મેળવ્યો હતો.તેણીને સાહિત્ય ક્ષેત્રે ખાસ રુચિ હોવાથી ધો.12 આર્ટસમાં અભ્યાસ કરવા માટે મોરબીની ધોળીબેન જયરાજભાઈ પટેલ કન્યા વિધાલયમાં પ્રવેશ મેળવ્યો હતો. આરજુના માતા રસિલાબેને ડોક્ટરની ઉપાધિ મેળવી છે અને પિતા રાકેશભાઈ ફિઝિક્સના ટીચર છે.આથી શિક્ષિત માતા-પિતા તરફથી ધો.12 આર્ટ્સની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી માગર્દશન મળ્યું હતું તેમજ શિક્ષકોના સતત માર્ગદર્શન અને પોતે કપરી મહેનત કરીને ધો.12 આર્ટ્સમાં 99.97 પીઆર સાથે મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.તેણીને આગળ સાયકોલોજીસ્ટ બનવાની ઈચ્છા છે.

- text