મોરબી : લાલપરની બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચમાં ગ્રાહકો માટે વર્કશોપ યોજાયો

- text


મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામની બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં ગ્રાહકો માટે બેંકના વ્યવહારો સરળ બને તે માટેની એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

મોરબીના લાલપરમા બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં બેંક વ્યવહાર તથા બેંક તરફથી મળતી સગવડતાઓ અને સવલતો ઉપરાંત આવનારા સમયમાં ફેરીવાળાથી લઈને ઉદ્યોગપતિઓને બેન્કમાંથી મળતી લોન તથા વીમા વિશે ગ્રાહકોને માહિતગાર કરવા માટે એક ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં બેંક ઓફ ઇન્ડિયાના ડી.જી.એમ. મનોજકુમાર, ચીફ મેનેજર કુમાર પ્રશાંત, સિનિયર મેનેજર ગૌરવ વૈષ્ણવ, મોરબી બ્રાન્ચના કે.એલ. શેટ્ટી તથા લાલપર બેંક ઓફ ઇન્ડિયાના અનુપ્રાસ અને બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

- text