મોરબી : સીરામીક ફેકટરીમાં લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી પટકાતા યુવાનનું મોત

મોરબી : મોરબીના રંગપર ગામે આવેલ સીરામીક ફેકટરીમાં ત્રીજા માળેથી પટકાતા શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રંગપર ગામે આવેલ સીરામીક ફેકટરી વેલોક્ષ સીરામીકમાં રહીને કામ કરતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લિબડીના વતની લાલજીભાઈ ઉકાભાઈ મકવાણા ઉ.વ.22 નામના યુવાનનું તા.24ના રોજ આ ફેકટરીના લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી પટકાતા ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. બાદમાં યુવાનની ડેડબોડીને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો તે જાણવા તપાસ હાથ ધરી છે.