સુરતમાં સર્જાયેલી દુર્ઘટનાના પગલે હળવદ પાલીકા તંત્ર હરકતમાં

- text


હળવદમાં ચાલતા ખાનગી ટ્યુશનો પર પાલીકા બોલાવશે તવાઈ

હળવદના ખાનગી કલાસીસમાં ફાયર સેફટી સહિતની સુવિધા નહીં હોય તો નોટીસ ફટકારાશે : ચીફ ઓફિસર

હળવદ : સુરતમાં સર્જાયેલી દુર્ઘટનાના પગલે હળવદમાં ચાલતા અંદાજે ૧રથી ૧પ જેટલા ખાનગી ટયુશનો પર આજે પાલીકા તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવશે તેમજ ખાનગી ટયુશનોમાં સેફટી બાબતે ચેકીંગ હાથ ધરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

- text

ગઇકાલે હચમચાવતી સુરતની ઘટનાના પગલે આજે હળવદ નગરપાલીકા દ્વારા ખાનગી ટયુશનો પર તવાઈ બોલાવામાં આવનાર છે. તો સાથે જ હળવદ શહેરમાં ચાલતા અંદાજે ૧રથી ૧પ જેટલા ખાનગી ટયુશનો પર ચેકીંગ હાથ ધરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તદઉપરાંત ફાયર સેફટી વગરના ચાલતા ખાનગી ટયુશનોને નોટીસ ફટકારવામાં આવશે તેમ હળવદ નગરપાલીકાના ચીફ ઓફિસર સાગર રાડીયાએ જણાવ્યું હતું. તો વધુમાં ચીફ ઓફિસર સાગર રાડીયાએ જણાવ્યું હતું કે, રાજય સરકારના આદેશાનુસાર આજે શહેરમાં ચાલતા બેરોકટોક અને ગેરકાયદેસર ખાનગી ટયુશનો પર ચેકીંગ હાથ ધરી જરૂરી કાર્યવાહી કરવામાં આવનાર હોય ત્યારે ખાનગી ટયુશનોના હાટડા ચલાવતા સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. તો સાથો સાથ નગરપાલીકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા અંદાજે ૧રથી ૧પ જેટલા ખાનગી કલાસીસનું આજે ચેકીંગ કરાશે. આ કલાસીસમાં જા ફાયર સેફટી સહિતની સુવિધા નહીં હોય તો તેને નોટીસ ફટકારી આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

- text