ચોરીના મોટરસાયકલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી એ.ડીવી.પોલીસ

- text


મોરબી : સિટીના એ ડીવી.પો.સ્ટેના આર જે ચૌધરી સર્વેલન્સ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન મળેલી બાતમીને આધારે મોરબીમાંથી ચોરાયેલ સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે બે ઇસમોને નવલખી ફાટક પાસે વોચ ગોઠવીને ઝડપી પાડ્યા છે.

મોરબીના સિટી એ ડીવીની સર્વેલન્સ ટીમના પો.કોન્સ. નિર્મલસિંહ જાડેજા, પો.કોન્સ. રણજીતસિંહ રોહડીયાને બાતમી મળી હતી કે પીપળીયા ચાર રસ્તા તરફથી શંકાસ્પદ બે ઈસમો એક મોટરસાયકલ પર મોરબી તરફ આવી રહ્યા છે. આથી નવલખી ફાટક પાસે વોચ ગોઠવીને મોરબી તરફ સ્પ્લેન્ડર મોટરસાયકલ પર આવી રહેલા બે ઇસમોને રોકી બાઈકના કાગળો માંગતા બંન્ને ઈસમો ગેંગેફેફે થઈ જતા પોકેટ કોપ એપના માધ્યમથી બાઈકના એન્જીન તેમજ ચેસીસ નંબર ચેક કરતા બન્ને ઇસમોના કબ્જામાં રહેલું બાઈક મોરબી સિટી એ.ડીવી.ના તાબા હેઠળના વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ટ્રાવેલ્સની ઓફીસ પાસેથી ચોરાયેલ માલુમ પડ્યું હતું. ઝડપાયેલા બન્ને શખ્સોની પૂછપરછમાં તેઓના નામ રાજેશસિંહ જગદીશસિંહ ભદોરીયા ઉ.વ 22 તથા સત્યમસિંહ નરેન્દ્રસિંહ ભદોરીયા ઉં.વ.18. રહે બન્ને હાલ વવાણીયા, જયદીપ સોલ્ટ કંપનીની ઓરડીમાં, તા.માળીયા, મુળ રહે.બન્ને મુકામ મોરા, તા.અરેર, જી.ભીંડ, મધ્યપ્રદેશ વાળાઓએ તારીખ 19/5/2019ના રોજ આ બાઈક તેઓએ ઉક્ત સ્થળેથી ચોરી કર્યાની કબૂલાત કરતા એ.ડીવી.પોલીસે બન્ને શખ્સોની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text