રાજકોટ અને કચ્છના કેન્દ્રમાં મતગણતરીનો આરંભ

- text


 

બન્ને મતગણતરી કેન્દ્રો ઉપર વહેલી સવારથી સીએપીએફ, એસઆરપી અને સ્થાનિક પોલીસના કાફલા તૈનાત

મોરબી : રાજકોટ અને કચ્છના કેન્દ્રમાં મતગણતરી પ્રક્રિયાનો આરંભ થયો છે. હાલ ચૂંટણી સ્ટાફ દ્વારા પોસ્ટલ બેલેટના મત ગણવામાં આવી રહ્યા છે. તે પૂર્ણ થયા બાદ ઇવીએમના મત ગણવાનું શરૂ કરવામાં આવનાર છે.

રાજકોટ અને કચ્છ લોકસભા બેઠક માટે ગત તા. ૨૩ એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું. આજરોજ સમગ્ર દેશમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે સવારે ૮ વાગ્યાથી કચ્છ અને રાજકોટ બેઠકના મતગણતરી કેન્દ્રમાં પણ મતગણતરી શરૂ કરવામાં આવી છે. હાલ પોસ્ટલ બેલેટના મત ગણવામાં આવી રહ્યા છે. ત્યારબાદ ૮:૩૦ કલાકથી ઇવીએમ મશીનના મત ગણવામાં આવનાર છે.

- text

મતગણતરી વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બન્ને મતગણતરી કેન્દ્રોને અભેદ સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. સીએપીએફ અને એસઆરપી તેમજ સ્થાનિક પોલીસનો ચાંપતો બંદોબસ્ત વહેલી સવારથી ગોઠવાઈ ગયો હતો.

- text