હળવદ પેટાચૂંટણીમાં પરસોતમ સાબરીયા 34 હજારથી વધુ મતની લીડથી જીત્યા

ભાજપ દ્વારા સરઘસ કાઢીને ધામધૂમથી વિજ્યોત્સવ મનાવાયો

હળવદ : હળવદ- ધાંગધ્રા વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ સબરીયાનો 34 હજારથી વધુની લીડથી વિજય થયો છે. ત્યારે ભાજપ દ્વારા વિજય સરઘસ કાઢીને ધામધૂમથી જીતની ઉજવણી કરવામાં આવી હતી.

૬૪ હળવદ- ધાંગધ્રા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના પરષોત્તમ સાબરીયા અને કોંગ્રેસના વચ્ચે જંગ હતો. આજ રોજ હાથ ધરાયેલી મતગણતરીમા ભાજપના ઉમેદવાર પરસોતમ સબરીયાનો 34 હજારથી વધુની લીડથી વિજય થયો હોવાનું જાણવા મળ્યું છે. પરસોતમ સબરીયાની જીત થતા ભાજપના આગેવાનો દ્વારા વિજય સરઘસ કાઢીને ધામધૂમથી વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો.