વાંકાનેરના વઘાસીયા ગામે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે આવેલ સુંદર મેદાન પર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આજથી આયોજન કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટ તારીખ ૨૨/૦૫/૨૦૧૯થી શરૂ કરવામાં આવશે જેમાં કુલ ૬૪ ટીમો ક્રિકેટ મેદાનમાં ઉતરશે અને દરરોજ સાંજે ૭ થી ૧૨ વાગ્યા સુધી આ ક્રિકેટ મેચ રમાશે.

આયોજકોમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા, કિશન, અશોકસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શંકર રાજગોર, સંજય માણસુરીયા, કૃણાલ ધામેચા, કાનભા તેમજ કુલદીપસિંહ ઝાલાએ આ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરેલ છે અને મોરબી જિલ્લાના ક્રિકેટ પ્રેમીઓને મેચ નિહાળવા જાહેર આમંત્રણ આપેલ છે.