હળવદ : ટ્રક પાછળ ટ્રાવેલ્સ અથડાતા એકનું મોત

હળવદ : હળવદ નજીક ટ્રક પાછળ ટ્રાંવેલ્સ બસ અથડાતા બસ ચાલકનું મોત નીપજ્યું હતું. આ બનાવની હળવદ પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમદાવાદ રહેતા અને સહજાનંદ ટ્રાવેલ્સની બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા નાથુલાલ ઉફે અજય રૂપાભાઈ પટેલ તા.22ના રોજ રાત્રીના સમયે જી.જે.12 એ.વાય.7155 નંબરની બસ ચલાવીને હળવદ માળીયા રોડ ઉપર સરા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો.ત્યારે રોડ ઉપર આગળ જઈ રહેલા જી.જે.ઝેડ 0097 નંબરના ટ્રક સાથે પાછળથી ટ્રાવેલ્સ બસ અથડાઈ હતી.આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી બસ ચાલકનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે અમદાવાદની સહજાનંદ ટ્રાવેલ્સના કર્મચારી મનહોર સિંગ રાઠોડે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.