ટંકારાની સિઝ કરેલી કોટન મિલમાંથી 1 લાખની 20 ઇલેક્ટ્રિક મોટરની ચોરી

ફરિયાદી બેકનો સિક્યુરિટી ગાર્ડ શંકાના દાયરામાં

ટંકારા : ટંકારાના બંગાવડી પાસે આવેલી અને બેન્ક દ્વારા સિઝ કરેલી કોટન મિલમાં તસ્કરો ખાબકયા હતો અને આ કોટન મિલમાંથી રૂ.1 લાખની કિંમતની 20 ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરી ગયા હતા.જોકે આ ચોરીના બનાવમાં ખુદ ફરિયાદી બેકનો સિક્યુરિટી ગાર્ડ પોલીસની શંકાના દાયરામાં હોવાનું જાણવા મળ્યું છે

આ બનાવની ટંકારા પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ટંકારાના બંગાવડી પાસે આવેલ આઇકૃપા કોટન ઇન્ડસ્ટ્રીઝને નાણાકીય રિકવરી માટે અગાઉ બેક દ્વારા સિઝ કરવામાં આવી હતી અને બેક દ્વારા સિક્યુરિટી ગાર્ડ રાકેશકુમાર શ્રવણકુમાર પંજાબી રહે મૂળ પંજાબ હાલ સાધુ વાસવાણી રોડ રાજકોટ વાળાને સિઝ કરેલી આ કોટન મિલમાં સિક્યુરિટી તરીકે તૈનાત કરવામાં આવ્યો હતો.ત્યારે આ સિક્યુરિટી ગાર્ડએ આજે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગતતા.21ના રોજ રાત્રીના સમયે આ કોટન મિલમાં અજાણ્યા ચોર ઈસમો ત્રાટકયા હતા અને કોટન મિલનો દરવાજો તોડી અંદર પ્રવેશી ચરખા ઉપર રાખેલ પાંચ હોર્સ પાવરની 20 ઇલેક્ટ્રોનિક મોટર કિંમત રૂ.1 લાખના મુદામાલની ચોરી કરી ગયા હતા.આ ચોરીના બનાવમાં ખુદ ફરિયાદી બેકનો સિક્યુરિટી ગાર્ડ પોલીસની શંકાના દાયરામાં છે.આ બનાવ સમયે તે ક્યાં હતો તે સહિતની થિયરીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.