મોરબીના રોહિદાસપરામાં યુવતીની છેડતી મામલે બે જૂથ વચ્ચે અથડામણ

- text


બન્ને જૂથે સામસામી ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં મંગળવારે મોડી સાજનાં સમયે યુવતીની છેડતી મામલે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી.જેમાં બને જૂથના ત્રણથી વધુ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.બાદમાં બન્ને જૂથે સામસામી ફરિયાદ નોંધાવી હતી.બી ડિવિઝન પોલીસે બન્ને જૂથની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના વીસીપરા અંદર આવેલા રોહિદાસપરામાં રહેતા દિપકભાઇ દિલીપભાઈ રાઠોડ ઉ.વ.28 એ તેજ વિસ્તારમાં રહેતા કાળુભાઇ પ્રેમજીભાઈ સાગઠિયા, સંજયભાઈ પ્રેમજીભાઈ સાગઠિયા, દિનેશભાઇ મોહનભાઇ સાગઠિયા, પ્રાગજીભાઈ સાગઠિયા, મણિલાલ પ્રગજીભાઈ સાગઠિયા, રવજીભાઈ કકણભાઈ સાગઠિયા, પ્રકાશભાઈ સમુભાઈ સાગઠિયા, પ્રવીણભાઈ ટપુભાઈ સાગઠિયા સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે,તેમની બહેનને આરોપીઓએ કુદ્રષ્ટિ કરીને હાથ પકડીને છેડતી કરી હતી.આથી ગઈકાલે સાંજે તેઓ આ બાબતે આરોપીને સમજાવવા ગયા હતા ત્યારે આરોપીઓ લાજવાને બદલે ગાજીને ફરિયાદી પર છરી અને ધોકાથી હુમલો કર્યો હતો.જ્યારે સામાપક્ષે દિનેશભાઇ મોહનભાઇ સાગઠિયાએ વળતી ફરિયાદ નોંધાવી હતી કે,તેઓ ગઈકાલે સાંજે પોતાના ઘર પાસે ઉભા હતા.તે સમયે આરોપીઓ જયેશભાઈ જયતિભાઈ રાઠોડ અને ભાવેશભાઈ રમેશભાઈ રાઠોડ શેરીમાં ગાળો બોલતા હોવાથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા બન્ને આરોપીઓ છરી બતાવી તેમની પર ધોકાથી હુમલો કર્યો હતો.બી ડિવિજન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

- text