નવયુગ બી.એડ કોલેજનું 100 ટકા પરિણામ : અવનીશા પરેચા જિલ્લામાં પ્રથમ

નવયુગ બી.એડ કોલેજનું 100 ટકા પરિણામ : અવનીશા પરેચા જિલ્લામાં પ્રથમ

મોરબી : તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા લેવાયેલી બી.એડની પરીક્ષામાં નવયુગ બી.એડ.કોલેજના તમામ વિદ્યાર્થીઓ પાસ થતા કોલેજનું રિઝલ્ટ 100% રહ્યું છે.

બી.એડની પરીક્ષામાં મોરબી જિલ્લામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થનારી વિદ્યાર્થી અવનીશા વાલજીભાઈ પરેચાએ 95.92% માર્ક મેળવી નવયુગ બી.એડ. કોલેજ તેમજ સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. કોલેજમાં દ્વિતીય સ્થાન સપના દીનેશચંદ્ર ઘોરીયાણીએ 95.64%, શ્વેતા પ્રવીણભાઈ કૈલાએ 95% તેમજ રૂપાલી રમેશભાઈ શીરવીએ 95% માર્ક સાથે ઉત્તીર્ણ થઈ અનુક્રમે દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું છે. 100 % પરિણામ મેળવનાર નવયુગ બી.એડ. કોલેજમાં 95%થી વધુ આવનાર 7 વિદ્યાર્થી, 90% માં 29 વિદ્યાર્થી તથા 85% થી વધુ માર્ક મેળવનાર 14 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. કોલેજના પ્રમુખ પી.ડી.કાંજીયાએ તમામ વિદ્યાર્થીઓને ઝળહળતું પરિણામ લાવવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે.