વાંકાનેર પંથકમાં દિપડો આવ્યો હોવાનો વિડિયો વાયરલ : વન વિભાગનો રદિયો

મોરબી અપડેટ’ દ્વારા વિડીયોની ખરાઈ કરવામાં આવતા વન વિભાગની ટીમે દીપડો આવ્યાની વાત નકારી કાઢી

વાંકાનેર : વાંકાનેર પંથકમાં દીપડો આવ્યો હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે ‘મોરબી અપડેટ’ દ્વારા ખરાઈ કરવામાં આવતા વન વિભાગે આ વાતને રદિયો આપીને અફવા હોવાનું જાહેર કર્યું છે.

વાંકાનેર પંથકમાં દીપડો આવી ચડયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં લખેલ છે કે વાંકાનેર તાલુકાના જડેશ્વર વિડીમાં દિપડો જોવા મળેલ છે તો માલધારી અને ખેડૂતોએ સાવચેતી રાખવા વનવિભાગની અપીલ છે તેમજ આ મેસેજને બને તેટલો વધુ શેર કરો.

ઉપરોક્ત વીડિયોની મોરબી અપડેટની ટીમ દ્વારા ખરાઇ કરવામાં આવતાં આ વિડીયો વાંકાનેર પંથકનો ન હોવાનું જાણવા મળેલ છે તેમજ વન વિભાગ વાંકાનેરના આર.એફ.ઓ. સી.વી. સાણજા (રામપરા વન્ય સેન્ચ્યુરી) સાથે સંપર્ક કરી આ વિડીયો બાબતની ચર્ચા કરતાં તેમણે પણ આ મેસેજ ખોટો હોવાનું જણાવી ખેડુતોએ આવા ખોટા મેસેજના લીધે કોઇ ચિંતા કરવાની જરૂર નથી આ વિડીયો વાંકાનેર વિસ્તારનો ન હોવાનું તેમને જણાવેલ છે.