વાંકાનેરમાં તસ્કરો ફાટીને ધુમાડે ગયા : ગર્લ્સ હાઈસ્કૂલમાંથી નિષ્ફળ ચોરીનો પ્રયાસ

સ્કૂલમાં ધુસેલા તસ્કરને કશું હાથ ન લાગતા તોડફોડ કરી નાસી છૂટ્યા : સીસીટીવીમાં એક તસ્કર કેદ

વાંકાનેર : થોડા દિવસોથી વાંકાનેરમાં તસ્કરો બેફામ બન્યા છે. જાણે પોલીસનો કોઈ ખોફ ન હોય એમ પાછલા પાંચ દિવસોમાં ઉપરા ઉપરી ચોરીના બનાવો બનતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. પંચાસરા રોડ પર શક્તિ મેંન્યુફેક્ચરમાંથી 1.5 લાખના કોપર વાયરની ચોરી તથા જોષીફળી શેરીમાંથી ફખરી ટીમ્બરવાળા હુશેનભાઈ મલકાણીના ઘરના તાળા તોડી સમી સાંજે 17.50 લાખની ચોરીનો ભેદ હજુ વણઉકેલાયો છે ત્યારે બાપુના બાવલા પાસે આવેલી ગર્લ્સ હાઈસ્કૂલમાંથી ચોરીના પ્રયાસે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

દિવાનપરામાં રહેતા ગીતાબેન ચાવડાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ બાપુના બાવલા પાસે આવેલી નગરપાલિકાની ગર્લ્સ સ્કૂલમાં આચાર્ય છે. જ્યાં 20 તારીખની વહેલી સવારે તસ્કરો ત્રાટકયા હતા. ગર્લ્સ સ્કૂલના પાછળના ભાગમાં લગાવેલી લોખંડની ગ્રીલના તાળા તોડી તસ્કરો શાળામાં ઘુસ્યા હતા. ત્યાર બાદ ઓફીસ, ક્લાર્ક રૂમ, રેકોર્ડ રૂમ અને પ્રિન્સિપાલના કબાટના તાળા તોડી બધું વેરવિખેર કરી નાખ્યું હતું. તસ્કરોને કશું હાથ ન લાગતા શૉ કેશના કાચ, ઓસરીમાં લાગેલ બે સીસીટીવી કેમેરા અને ઓફિસમાં રહેલ એલસીડી ટીવીના કાચ સ્કૂલમાં પડેલા કુહાડાથી તોડી નાખ્યા હતા. ગીતાબેન ચાવડાએ ફરિયાદમાં રૂ. 11950 નું કુલ નુકશાન તસ્કરો કરી ગયા હોવાનું ફરિયાદમાં લખાવ્યું હતું. સવારે શાળાના તાળા ખોલતા તસ્કરોએ આચાર્યને જોઈ જતા સાથે લાવેલો છરો તથા તાળા, નકુચા તોડવામાં વપરાતા સાધનો ટેબલ પર મૂકી નાસી છૂટ્યા હતા. આચાર્યની ફરિયાદના આધારે વાંકાનેર શહેર પોલીસના એ એસ આઈ પી.એમ.સોલંકી તથા હેડ.કોન્સ.નારણભાઈએ સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા મોરબી અપડેટ દ્વારા આ સ્કૂલની પાછળની તૂટેલી દિવાલ વિશે અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. ત્યારે જ મોરબી અપડેટ દ્વારા આશંકા દર્શાવવામાં આવી હતી કે આ તૂટેલી દિવાલમાંથી અસામાજિક તત્વોની નિયમિત આવન જાવન સ્કૂલમાં થતી રહે છે. આ અહેવાલના પગલે તંત્રએ જો પગલાં લીધા હોત તો કદાચ આજનો બનાવ નિવારી શકાયો હોત એવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news