ટંકારાના ખેડૂતોને વચગાળાનો વીમો આપ્યો, પૂરો વીમો ક્યારે ?: તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોધાણી

- text


ટંકારા : ટંકારા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અને સમિતિ પ્રમુખ ભુપત ગોધાણીએ કપાસના વિમાની તાત્કાલિક ચુકવણી કરવા સરકારને રજૂઆત કરી છે.

- text

ગત વર્ષે વર્ષ નબળું હોવા છતાં આ વર્ષે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતોને માત્ર વચગાળાનો વીમો આપવામાં આવ્યો છે, આથી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપતભાઇ ગોધાણીએ કપાસના વીમાની તાત્કાલિક ચુકવણી કરવા સરકારને રજુઆત કરી હતી.જેમાં તેઓએ જણાવ્યું છે કે ચોમાસુ સરખું ન ઉતરવા છતાં કપાસનો વચગાળાનો વિમો એટલે માર્ચ મહિનામાં આપ્યો હતો, જોકે આ વાતને મહિના વિતી ગયા છતા ફાઈનલ વિમો જાહેર કરવામાં સરકાર શેની રાહ જોવડાવે છે, શું સરકાર મા બેઠેલા નેતા ને ખેડુતો ની પરિસ્થિતિ નો ખ્યાલ નથી, એવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. એક વર્ષ અતિવૃષ્ટિ અને વક વર્ષ દુકાળ પછી ખેડૂતોની સ્થિતિ કફોડી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું, ઉપરાંત હાલ ચોમાસુ બેસવાને મહિનો આવી રહ્યો છે, ત્યારે ખેડુતો બિયારણ ખાતર અને ખેડ માટે પૈસા કયાથી લાવે તેવા સવાલો ઉભા કર્યા હતા અને ખેડુતોને તાત્કાલિક ન્યાય મળે એ માટે ફાઈનલ પાક વિમો જાહેર કરવાની અપીલ કરી હતી.

- text