SSC પરિણામ જાહેર : 74.09 ટકા સાથે સમગ્ર ગુજરાતમાં મોરબી જિલ્લાનું દ્વિતીય સ્થાન

- text


મોરબી જિલ્લામાં A1 ગ્રેડમાં કુલ 160 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા

મોરબી : મોરબી સહિત સમગ્ર રાજ્યમાં આજે ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબી જિલ્લાનું 74.09% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજયના ૧૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ જેની રાહ જોઈ રહ્યા છે તે ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ આજે મંગળવારે જાહેર થયુ છે. ગત માર્ચ ૨૦૧૯માં લેવાયેલ પરીક્ષા ધો.૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ સવારે ૮ કલાકે બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર ઓનલાઈન મૂકવામા આવ્યું છે. શિક્ષણ બોર્ડની યાદીમાં વધુમાં જણાવ્યુ છે કે બાદમાં ધો.૧૦ની પરીક્ષાનું ગુણપત્રક જિલ્લા કક્ષાએ નિયત કરેલા સ્થળોએથી વિતરણ કરવામાં આવશે.

મોરબી જિલ્લાનું ધો. ૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ 74.09% ટકા સાથે રાજ્યમાં દ્વિતીય સ્થાને છે. મોરબી જિલ્લામાં સૌથી ઊંચું પરિણામ સિંધાવદરનું 78.00% અને સૌથી નીચું પરિણામ ચરાડવાનું 50.83% રહ્યું છે.
મોરબી કેન્દ્રનું 74.67%, વાંકાનેર 74.51%, ટંકારાનું 76.98%, હળવદ 75.79%, વવાણીયાનું 76.64%, પીપળીયા 66.18%, જેતપર (મ)નું 67.72%, અને સિંધાવદર કેન્દ્રનું 78.01% પરિણામ રહ્યું છે.

- text

મોરબી જિલ્લામાં કુલ 12702 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા ફોર્મ ભર્યા હતા જેમાંથી 12643 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. મોરબી જિલ્લામાં A1 ગ્રેડમાં કુલ 160 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જ્યારે A2માં 834, B1 ગ્રેડમાં 1673, B2 ગ્રેડમાં 2528, C1 ગ્રેડમાં 2999, C2 ગ્રેડમાં 1140, D ગ્રેડમાં 33, E1 ગ્રેડમાં 392, E2 ગ્રેડમાં 2884 અને પાસ શ્રેણીમાં 9367 કુલ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text