નવયુગ સ્કૂલની કિંજલ પરેચા 99.98 % સાથે બોર્ડમાં દ્વિતીય

- text


સ્માર્ટ વર્ક દ્વારા વિજ્ઞાનમાં 98 % મેળવનાર કિંજલના માતા પિતા શિક્ષક છે

મોરબી : આજે જાહેર થયેલા SSC બોર્ડની પરીક્ષાના પરિણામોમાં દીકરાઓ કરતા દીકરીઓએ અવલ્લ રહી મેદાન માર્યું છે. ત્યારે નવયુગ સ્કૂલની કિંજલ ચેતનકુમાર પરેચાએ 99.98 પીઆર અને 96.33% સાથે બોર્ડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. કિંજલના માતા પિતા બન્ને શિક્ષક છે. બી ગ્રુપમાં પાસ થયેલી કિંજલને મેડિકલ લાઈનમાં પ્રવેશ મેળવી ડોકટર બનવાની મહેચ્છા છે. મોરબી અપડેટ સાથેની વાતચીતમાં કિંજલની સફળતાનું રહસ્ય સ્માર્ટ વર્ક હોવાનું તેણીએ જણાવ્યું હતું. કોઈ હોમવર્ક ક્યારેય પેન્ડિંગ ન રાખનાર કિંજલ માતાને ઘરકામમાં પણ મદદ કરતી હતી. શાળામાં વકતૃત્વ સ્પર્ધા તેમજ ચિત્રકળામાં પણ હોંશભેર ભાગ લેતી કિંજલે અઘરા કાર્યને સહેલું કરીને કઈ રીતે પૂરું કરી શકાય એ બાબતે ખાસ મહેનત કરી હતી. નવયુગ સ્કૂલ માં 14 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે

- text

 

- text