વાંકાનેરના સરતાનપરમા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો : એકની ધરપકડ

- text


 

મૃતકે પૈસા ચોરી કરી હોવાની શંકાએ બાજુના કારખાનામાં મજૂરી કામ કરતા શખ્સે જ કુહાડી વડે કરી હતી હત્યા

વાંકાનેર : વાંકાનેરના સરતાનપરમા તાજેતરમા હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આ હત્યાના કેસનો ભેદ મોરબી એલસીબીએ ઉકેલીને એકની ધરપકડ કરી લીધી છે. વધુમાં આ હત્યા મૃતકના બાજુના કારખાનામાં મજૂરી કામ કરતા શખ્સે પૈસા ચોરીની શંકાએ કરી હોવાનું ખુલ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકામા સરતાનપર ગામની સીમમાં આવેલ મેલડી માતાજીના મંદિરના પટમાં ગત તા. ૧૦ના રોજ ટોકો સીરામીક કારખાનામા કામ કરતા મુન્નાભાઈ લલનભાઇ ચોબે ઉ.વ. ૩૦ વાળાને કોઈ વ્યક્તિએ ગળાના ભાગે હથિયાર વડે ગંભીર હુમલો કરીને મોત નિપજાવ્યુ હોય તેવી ગળું કાપેલી હાલતમાં લાશ મળી આવો હતી.

- text

આ કેસનો ભેદ ઉકેલવામાં મોરબી એલસીબીને સફળતા મળી છે. આ કેસમાં તપાસ બાદ ખુલ્યું છે કે આરોપી કેશુભાઈ વાઢુકિયા રામોસ સોરમીકમાં મજૂરી કામ કરતા હોય તેઓની પાસેના મજૂરીના રૂ. ૧૦૦૦ તેમના ખિસ્સામાંથી ચોરાઈ ગયા હતા. જેથી ચોરીની શંકા રાખી તેઓએ મરણજનાર મુન્નાલાલ મેલડી માતાજીના મંદિર પાસે સૂતો હતો. તે વેળાએ લોખંડની કુહાડીના ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.

ત્યાર બાદ આરોપીએ હત્યામાં વપરાયેલી કુહાડી તેના કુળદેવી માતાના મઢ પાસે પડેલી એક બંધ રિક્ષામાં સંતાડી દીધી હતી. બાદમાં આ કામના આરોપીએ પોતાના ગુનાની કબૂલાત પણ આપી દીધી હતી. જેથી મોરબી એલસીબીની ટીમે આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text