મોરબી : નાલંદા ડે સ્કૂલના વિધાર્થીએ ધો.10માં 99.98 પીઆર સાથે રાજ્યમાં બીજો નંબર મેળવ્યો

- text


મોરબી : મોરબીમાં શિક્ષકની પુત્રએ ધો.10ની પરીક્ષામાં જવલંત સિદ્ધિ મેળવીને સમગ્ર રાજ્યમાં બીજો નંબર મેળવ્યો છે.જેમાં નાલંદા વિધાલયમાં ડે સ્કૂલમાં ભણતા ડાંગર સ્નેહ નારણભાઇએ ધો.10માં 99.98 પીઆર સાથે સમગ્ર બોર્ડમાં બીજો નંબર મેળવ્યો છે.તેના પિતા સરકારી શાળામાં શિક્ષક છે.તેણે ડે સ્કૂલના માધ્યમથી આ સફળતા મેળવી છે. ડે સ્કૂલના પ્લાનિંગ પ્રમાણે ગહનતા પૂર્વક અભ્યાસ કરતો અને દરરોજ 3થી 4 કલાકની પાઠય પુસ્તક આધારે મહેનત કરીને સફળતા મેળવી છે.તેણે ગણિત અને અંગ્રેજી વિષયમાં 99 માર્ક્સ મેળવ્યા છે.તેને અભ્યાસ ઉપરાંત રમત ગમત સહિતની ઇતર પ્રવૃત્તિઓમાં ખાસ રુચિ છે.તેને આગળ સાયન્સના ક્ષેત્રે આગળ વધીને ડોક્ટર બનવાની તમન્ના છે.

- text

- text