માળિયાના મોટી બરાર ગામની ઈ.બી.બી. મોડેલ સ્કૂલનું જ્વલંત પરિણામ

- text


શાળામાં 99.28 PR સાથે અઘામ મહેવીશ પ્રથમ

માળિયા : માળિયાના મોટીબરાર ગામની સરકારી ઇ.બી.બી. મોડેલ સ્કૂલનું ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં જ્વલંત પરિણામ આવતા સરકારી શાળા પણ શ્રેષ્ઠ પરિણામ લાવી શકે છે તે સાબિત કરી બતાવ્યું છે. શાળામાં 99.28 PR સાથે અધામ મહેવીશ ડાઉદભાઈ એ પ્રથમ નંબર, 96.39 PR સાથે ચાવડા શ્રુતિ સંજયભાઈ એ બીજો તેમજ 96.13 PR સાથે બોરીચા ડિમ્પલ રમેશભાઈ એ ત્રીજો નંબર મેળવ્યો છે. શાળાનું કુલ 71.43 જેટલું પરિણામ આવ્યું છે. આ તકે શાળાના આચાર્ય મહેશભાઈ ગાંભવા અને શિક્ષક મિત્રો એ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

- text