મોરબીની સરકારી વી.સી. ટેક.હાઈસ્કૂલનો ધો. 10ના પરિણામ ડંકો

- text


કડીયાકામ અને ખેતી કરતા પિતાના સંતાનોએ શ્રેષ્ઠ પરિણામ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું

મોરબી : આજરોજ ધોરણ ૧૦ નું પરિણામ આવ્યું જેમાં મોરબીની ૧૨૫ વર્ષ જૂની ધી વી. સી. ટેકનિકલ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે. આ શાળાના બે – બે વિદ્યાર્થીઓ કે જેઓના માતા-પિતા કડીયાકામ કે ખેતીકામ કરે છે, તેમણે ધો.૧૦ માં ઉચ્ચ પરિણામ મેળવી ફરી એક વાર સાબિત કરી આપ્યું છે કે સફળતા પર કોઈનો ઇજારો નથી.

- text

આ શાળાના પરમાર હરિ વિનોદભાઈએ 94.33 PR મેળવીને કડીયાકામ કરતાં પિતાનું નામ દીપાવ્યું છે. અને અન્ય એક વિદ્યાર્થિની હળવદિયા અંજલિ નવઘણભાઈએ 90.88 PR મેળવીને ખેતીકામ કરતાં પરિવારનું નામ રોશન કર્યું છે. સરકારી શાળાના આ બંને વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય બી. એન. વીડજાએ વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં જણાવ્યું છે કે નિયમિત રીતે અભ્યાસ કરતો વિદ્યાર્થી જો ધારે તો તેને સફળતાના શિખરો સર કરતા કોઈ રોકી શકતું નથી. તેમની સાથે સંપૂર્ણ શાળા પરિવારે ઉતિર્ણ થયેલ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.

- text