હડમતિયાની જ્ઞાનદિપ વિધાલયનું ધો.10નું ઝળહળતું પરિણામ

- text


જ્ઞાનદીપ વિદ્યાલયનું 90.17 ટકા પરિણામ આવતા શાળામાં ખુશીનો માહોલ છવાયો

ટંકારા : સમગ્ર ગુજરાત અેસઅેસસી બોર્ડનું રિઝલ્ટ 66.97 % ટકા જેવું પરિણામ આવ્યું છે. જેમાં મોરબી જીલ્લાનું 74.09 % જેવું પરિણામ આવ્યું છે, જ્યારે મોરબી જિલ્લામાં સૌથી વધુ ટંકારા તાલુકાનું 76.98 % પરિણામ આવ્યું છે, ત્યારે હડમતિયાની જ્ઞાનદિપ વિધાલય 90.17 % જેવું ઝળહળતું પરિણામ આવતા ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

ટંકારા તાલુકાની હડમતિયા ગામ નજીક આવેલ જ્ઞાનદિપ વિધાલયના ધો-10ના પરિણામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાર ચાંદ લગાવી દીધા હોય, તેમ જ્ઞાનદિપ વિધાલય મોખરે રહી હતી અને ચમકતા સિતારાઅો ઝળહળતા જોવા મળ્યા હતા. ચકમતા તારલાઅોમાં 90% પીઆર થી પણ વધું માર્ક સાથે ઉત્તીર્ણ થઈ જ્ઞાનદિપ વિધાલયનું નામ રોશન કર્યુ છે.

- text

જ્ઞાનદીપ વિદ્યાલયની વિદ્યાર્થીની મસોત સાલ્વી. કે 99.16 પીઆર, કામરીયા મિનલ. ડી. 97.75 પીઆર, મસોત હિતિક્ષા. જી 97.55 પીઆર, વામજા સાર્થિક અે. 94.66 પીઆર, વામજા તન્વી. આર 94.12 પીઆર, બરાસરા ડેન્સી.અેમ 91.03 પીઆર મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે.શાળામાં વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય અતુલ. ડી. વામજાએ વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં જણાવ્યું છે કે નિયમિત રીતે અભ્યાસ કરતો વિદ્યાર્થી જો ધારે તો તેને સફળતાના શિખરો સર કરતા કોઈ રોકી શકતું નથી. તેમની સાથે સંપૂર્ણ શાળા પરિવારે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.

- text