હળવદ : દારૂની રેડમાં પીએસઆઈની જીપ પર કાર ચડાવી હુમલાનો પ્રયાસ

- text


હળવદના ટીકર રણમાં બોલરો અને કારમા થતા ઈંગ્લીશ દારૂના કટીંગ વખતે પોલીસ ત્રાટકી

પોલીસે ચારેકોરથી બુટલેગરોને કોર્ડન કરી લેતા એક બુટલેગર પીએસઆઈની જીપ પર કાર ચડાવીને હુમલાનો પ્રયાસ કરીને ભાગ છૂટ્યો : પોલીસે સાત બુટલેગરને 300 નેગ ઈંગ્લીશ દારૂની બોટલ સહિત કુલ રૂ.10.27 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા

હળવદ : હળવદના ટિકર રણમાં ગતરાત્રે બોલેરો તથા સ્વીફ્ટ ગાડીમાં ઈંગ્લીશ દારૂના કટીંગ વખતે જ હળવદ પોલીસ ત્રાટકી હતી.આથી બુટલેગરોમા નાસભાગ મચી ગઇ હતી.એક બુટલેગરે પોતાની કારને પીએસઆઈની જીપ પર ચડાવીને જાનલેવા હુમલાનો પ્રયાસ કરીને ભાગી છૂટ્યો હતો.જોકે આ ઘટનામાં પીએસઆઈનો બચાવ થયો હતો.બાદમાં પોલીસે સાત બુટલેગરોને 300 નગ ઈંગ્લીશ દારૂની બોટલ સહિત કુલ રૂ.10.27 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા

- text

આ બનાવની હળવદ પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગતરાત્રે હળવદના ટીકર રણમાં સંતલપુરથી મંગાવેલો ઈંગ્લીશ દારૂ જી.જે,36 બી.7600 નંબરની સ્વીફ્ટ ગાડી તથા જી.જે 36 ટી.4853 નંબરના બોલેરો પિકઅપ વાહનમાં બુટલેગરો કટીંગ કરી રહ્યાની ચોક્કસ બાતમી હળવદ પોલીસને મળી હતી.જેના આધારે હળવદ પી.આઈ એમ. આર સોલંકી ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.જી પનારા,સી.એમ ઠાકોર, યોગેસદાન ગઢવી, મુમાભાઈ રબારી,ગંભીરસીહ, બીપીનભાઈ પરમાર,વનરાજસીહ,કિરીટભાઈ, વિપુલભાઈ સહિતનો ડી સ્ટાફ ખાનગી ડમ્પરમાં હળવદના ટીકર રણમાં ત્રાટકયા હતા.જ્યારે બીજા પીએસઆઈ મૂળિયા પોતાની જીપ સાથે ગયા હતા.આરીતે હળવદ પોલીસે ટિકર રણમાં દારૂનું કટીંગ કરી રહેલા બુટલેગરોને કોર્ડન કરી લીધા હતા.તેથી બુટલેગરોની ભીંસ વધતા એક બુટલેગરે પોતાની કાર પીએસઆઈ મૂળિયાની જીપ પર ચડાવવાનો પ્રયાસ કરીને ભાગી છૂટ્યો હતો જોકે પીએસઆઈનો બચાવ થયો હતો.બાદમાં હળવદ પોલીસે ઘટનાસ્થળેથી રાહુલ પ્રભાત ચાવડા, ભરત લાભુ રાઠોડ, જીજ્ઞેશ રોહિત ચાવડા, વિજય પ્રવિણ તાડીયા, કલ્પેશ કાંતિલાલ મકવાણા, મહેશ થોભણ જાબુડિયા, જ્યૂભા પંચાણસિંહને રૂ.1.12 લાખના ઈંગ્લીશ દારૂ બોટલો 300 તથા બોલેરો, સ્વીફ્ટ ગાડી,9 મોબાઈલ, મળીને કુલ રૂ.10.27 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.હળવદ પોલીસે ફિલ્મી ઢબે દારૂની રેડ કરીને બુટલેગરોને ભોભીતર કરી દીધા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text