આણંદ નજીક મહીસાગર નદીમાં ડૂબી જતાં મોરબીની મહિલા સહિત ૪ના મોત

- text


ડૂબી રહેલા બાળકને બચાવવા જતા ત્રણ મહિલા પણ પાણીમાં ગરક થઈ : મોરબીની વિધવા મહિલા પોતાના ભાઈના લગ્નમાં આવી હતી : દુર્ઘટનાના કારણે પ્રસંગ માતમમાં ફેરવાયો

મોરબી : આણંદ નજીક મહીસાગર નદીમાં ડૂબી રહેલા બાળકને બચાવવા જતા મોરબીની મહિલા સહિતની કુલ ત્રણ મહિલા પાણીમાં ગરક થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કુલ ચાર લોકોના મોત નિપજયા છે. મોરબીની મહિલા પોતાના ભાઈના લગ્નમાં ગઈ હતી. તે વેળા સર્જાયેલી દુર્ઘટનાથી પ્રસંગ માતમમા ફેરવાયો હતો.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રવાપર ગામે રહેતા કિરણબા રણવીરસિંહ ઝાલા ઉ.વ. ૩૬ નામના વિધવા મહિલા પોતાના ભાઈના લગ્ન હોવાથી આણંદના પ્રતાપપુર ગામે ગયા હતા. જ્યા આજે સવારે મહીસાગર નદીમાં નહાતી વખતે ઉપેન્દ્ર વિજયભાઈ ચાવડા ઉ.વ. ૧૨ ડૂબવા લાગતા તેને બચાવવા માટે મોરબીના કિરણબા રણવીરસિંહ ઝાલા, મધુબેન દિપાબેન ચાવડા અને ચતુરબેન મોહનપ્રસાદ પરમાર ઊંડા પાણીમાં ગયા હતા. પરંતુ બાળકને બચાવવા જતા આ ત્રણેય મહિલાઓ પણ ડૂબી ગઈ હતી. આ ઘટનામા બાળક તેમજ ત્રણેય મહિલાઓના મોત નિપજયા હતા.

- text

મળતી માહિતી મુજબ મોરબીની મહિલાના પતિ સ્વર્ગવાસ થયેલ છે. તેઓ પોતાના ભાઈના લગ્ન હોવાથી પિયર આવ્યા હતા. ત્યારે આ કરૂણાંતિકા સર્જાઈ હતી. પરિવારમાં લગ્નપ્રસંગ હતો. ત્યારે આ દુર્ઘટના સર્જાતા પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.

- text