મોરબીના સામાન્ય રીક્ષા ચાલકની પુત્રીની ધો.૧૦માં અસામાન્ય સિદ્ધિ

- text


રીક્ષા ચાલકની પુત્રીએ ધો.10માં ૯૬.૯૮ ટકા સાથે ઉત્તીર્ણ થઈને બોર્ડમાં બીજો નંબર મેળવ્યો

મોરબી: કહેવાય છે કે, સિદ્ધ એને જ વરે જે પરસેવે ન્હાય એ કહેવત મોરબીના રિક્ષા ચાલક ભરતભાઇની નિકિતાએ પુત્રીએ સાર્થક કરી બતાવી હતી. રીક્ષા ચાલકની પુત્રીએ ધો.10માં અથાક મહેનત કરીને અસામાન્ય સિદ્ધિ મેળવીને પિતાની છાતી ગજગજ ફુલાવી દીધી છે.આ સામાન્ય પરિવારની પુત્રીએ ધો.10માં 96.98 ટકા.મેળવીને રાજ્યમાં બીજો નંબર મેળવ્યો છે.

આજે જાહેર થયેલ ગુજરાત બોર્ડ ના એસ.એસ.સી. ના પરિણામમાં મોરબી જિલ્લો સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાન પર ઝળકયો છે ત્યારે સાર્થક વિદ્યાલયમાં અભ્યાસ કરતી મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના પરિવારમાંથી આવતા અત્યંત ગરીબ રીક્ષા ચાલકની પુત્રી નિકિતા ભરતભાઇ મૂછડીયા 99.98PR અને 96.17% લાવી સમગ્ર ગુજરાત બોર્ડ માં દ્વિતીય હરોળમાં આવી મોરબીનું ગૌરવ વધાર્યું છે..નિકિતાના પિતા ભરતભાઇ રીક્ષા ચલાવે છે. જ્યારે તેની માતા હાઉસ વાઈફ છે. દિવસ દરમ્યાન 7-8 કલાકના રીડિંગ કરી તેને આ પરિણામ મેળવ્યું છે. અને નિકિતાએ ધો.10માં અસામાન્ય સિદ્ધિ મેળવીને સાબિત કરી દીધું છે.કે શિક્ષણ મેળવવા માટે કોઈપણ જાતના અભવો અંતરાય રૂપ બનતા નથી.જો સાચી લગન અને મહેનતથી અભ્યાસ કરવાના આવે તો સફળતા કદમ ચુમશે. પુત્રીને આ સિદ્ધિ પાછળ પિતાના સ્વપ્ન અને મહેનત પણ કાબેલિદાદ છે.આજે તેમની પુત્રીએ ધો.10માં ઉજ્જવળ પરિણામ મેળવીને પિતાને જે ગૌરવ અપવ્યુ છે તેના પિતાની અખમાં ખુશીના ઝળઝળિયાં આવી ગયા હતા.ત્યારે સામાન્ય પરિવારની આ સિદ્ધિમાં પિતાપુત્રી અન્ય સામાન્ય પરિવારો માટે એક મિશાલ રૂપ છે. ભવિષ્યમાં નિકિતા પ્રોફેસર બનવવાની ઈચ્છા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text