ટંકારામાં પાણીની કુંડીમાં ડૂબી જતાં બે વર્ષના બાળકનું મોત

- text


ટંકારા : ટંકારાના જોધપર ઝાલા ગામે નાનાના ઘરે આવેલા માસુમ બાળકનું રમતા રમતા પાણીની કુડીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું.આ બનાવથી તેમના પરિવામાં ભારે શોક વ્યાપી ગયો હતો.

- text

આ કરુણ બનાવની ટંકારા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર સુરતના ડભોલી ખાતે રહેતી જયશ્રીબેન હિતેશભાઈ વસોયા પોતાના બે વર્ષના પુત્ર કિયાન સાથે તેના ટંકારાના જોધપર ઝાલા ગામે રહેતા પિતા રોહિતભાઈ પટેલના ઘરે આવ્યા હતા. દરમ્યાન તેમનો બે વર્ષનો પુત્ર કિયાન ગઈકાલે ઘરે રમતા રમતા પાણીની કુડીમાં પડી ગયો હતો અને પાણીની કુડીમાં ડૂબી જતા માસુમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું.આ બનાવથી તેમના પરિવાર અરેરાટી વ્યાપી ગઈ હતી.ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text