મોરબી : નારણકા ગામે યોજાયો ગામનું ગૌરવ કાર્યક્રમ

મોરબી : નારણકા ગામે યોજાયો ગામનું ગૌરવ કાર્યક્રમ

મોરબી : મોરબી તાલુકાના નારણકા ગામે ગામ પ્રત્યેનો પ્રેમ ભાવ અને લાગણી વ્યક્તિની ગામ પ્રત્યેની ઓળખ ઉભી કરવા તથા ઉચ્ચક્ષેત્રે પ્રગતિ પામેલ વિદ્યાથીઓ, નૌકરીયાત, ઉદ્યોગપતિઓના સન્માન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

જેમાં કાર્યક્રમમાં દિપ પ્રાગટ્ય અશોકભાઇ વડાવિયા, સંરપંચ ભગવતીબેન રમેશભાઇ મેરજા, ઉપસંરપંચ યોગેશભાઇ મેરજા તથા તલાટીક્રમ મંત્રી દિવ્યરાજસિંહ જાડેજા રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. બાદમાં ઉપસ્થિત મહાનુભાવો મહેમાનો, ઉદ્યોગપતિઓના આવકાર ફુલહાર તથા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ હતા. ગામના જ ઉચ્ચ અભ્યાસ કરેલ વિદ્યાથીઓ અન્ય ક્ષેત્રે સિદ્ધ પ્રાપ્ત કરેલ દિકરા-દિકરીઓને સન્માનિત કરવામાં આવેલ હતા. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો ડાન્સ,નાટક,પ્રશ્નોતરી, વકતૃત્વમાં વિદ્યાથીઓએ રજુ કરેલ હતું.

આ તકે ગામ પ્રત્યે સદા ખડે પગે રહી જરૂરિયાત પડ્યે ગામમાં ઉપયોગી બનતા દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ગામનું ગૌરવ કાર્યક્રમમાં ભાગ લેતા તમામ વિદ્યાથી ભાઇ-બહેનોને નારણકા ગામના દાતા સ્વ.કાંશીબેન જીવરાજભાઇ મોરડીયા હસ્તક પ્રવિણભાઇ મોરડીયા દ્વારા ઉચ્ચ અભ્યાસ કર્તા વિદ્યાથીઓને શિલ્ડ આપેલ હિરાબેન પ્રવિણભાઇ મોરડીયા તથા અશ્વીન મનહરભાઇ મોરડીયા નોકરીયાતો કર્મચારી ઉદ્યોગપતિઓને શાલ ઓઢાડી સન્માનિત કરેલ હતા. સુરેશભાઇ પરસોતમભાઇ સોની-ગણેશ જવેલર્સ દિકરીઓને સોનાના દાણા, લોકર પાઉચ, લેડિસ પર્સ તથા દિકરાઓને કાંડા ઘડિયાળ, વોલેટ, હેન્ડપર્સ આપવામાં આવેલ પી.ડી.જવેલર્સ-નારણકા દ્વારા શિલ્ડ મેળવનાર વિદ્યાથીઓને ઘડિયાળ, રાજેન્દ્રભાઇ વશરામભાઈ મોરડીયા-નારણકા પ્રાથમિક શાળાના વિદ્યાથીઓને યુનિફોર્મ વિતરણ કરશે નારણકા યુવા ગ્રુપ દ્વારા દિવાલ ઘડિયાળ, પરસોતમભાઇ ધનજીભાઇ શ્રીમાળી નોટબુક-પેન, જીતેન્દ્રભાઇ કરશનભાઇ શ્રીમાળી બોલપેન, હિતેશભાઇ રમેશભાઇ દાવા-કપાસપેટી, ભરતભાઇ જીવરાજભાઇ મોરડીયા-પ્રવેશોત્સવ સ્કુલબેગ,રસીકભાઇ છગનભાઇ મેરજા-પવનસુત ચા પેડ, સ્વ.મોહનભાઇ રૂગનાથભાઇ મેરજા-સ્કુલ બેગ, કારોલિયા હસમુખભાઇ છગનભાઇ-શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી. તેમજ ગામડાઓમાં સરકારી શિક્ષણ છોડી ખાનગી શિક્ષણ તરફ જતા બાળકો વાલીઓને જાગ્રત કરવા ભાવનાબેન બોખાણી દ્વારા વકતૃત્વ તથા સરકારી શાળા અને પ્રાઇવેટ શાળાઓનો તફાવત બાળકોએ નાટક ભજવ્યું હતું.

આ ગામનું ગૌરવ કાર્યક્રમથી પ્રેરણાત્મક બની નારણકા ગામના અને મોરબી જનની ગાયનેક હોસ્પિટલના ડો.હિરેન કારોલિયાએ ગામના દિકરીઓ અથવા કોઈપણ જગ્યાએ સાસરે હોઈ તેમને તપાસથી લઈને કેસ ચાર્જ તદ્દન ફ્રી ઉપરાંત ઓપરેશન અને ડિલેવરી ચાર્જમાં પણ રાહત કરી આપવામાં આવશે તેમ જાહેર કર્યુ હતું. તેમજ અબિકા વિડિયો સુટિંગના દિક્ષિતભાઇ પ્રહલાદભાઇ કુકરવાડીયા (વ્યાસ) દ્વારા સમગ્ર કાર્યક્રમનું ફ્રીમાં વિડિયો સુટિંગ કરી ગામ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમથી ગામના જ વ્યકિતોને નવી ઓળખ મળી ઉપયોગી બની રહે તેમજ સંગઠીત તમામ જ્ઞાતિ જાતિ ધર્મ એકસાથે હળી-મળી કામ કરે એવી ભાવના આયોજક નારણકા યુવા ગ્રુપ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.