મોરબી : સૌરાષ્ટ્ર કચ્છને અલગ રાજ્ય બનાવવાની ગ્રાહક સુરક્ષા મંડળની માંગ

- text


મોરબી : સૌરાષ્ટ્ર અને કચ્છ હાલ અનેક રીતે વિકસિત થઈ ગયા છે.તેમ છતાં અહીંના લોકોને ગાંધીનગર સુધી ધક્કા ખાવા પડે છે. ત્યારે મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે સૌરાષ્ટ્ર-કચ્છને અલગ રાજ્ય બનાવવાની માંગ ઉઠાવી છે.

- text

મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે કે સરકાર ગમે તે આવે પરંતુ હવે અલગ સૌરાષ્ટ્ર- કચ્છ રાજ્યની જરૂરત ઉભી થઇ છે. જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, કચ્છ અને ભાવનગરથી ગાંધીનગર છેક પાંચ કલાકે પહોંચી શકાય છે. સૌરાષ્ટ્ર કચ્છની સમૃદ્ધિ જોતા હવે એવું લાગે છે. અલગ રાજ્ય બનાવવું જરૂરી છે. સૌરાષ્ટ્રમાં ઘણા બધા ઉદ્યોગો છે. વેપાર, શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રે પણ ઘણું આગળ છે. તેમ છતાં કામ સબબ ગાંધીનગર જવું પડે છે. જે બહુ દૂર પડે છે. હવે દરેક વ્યક્તિએ પોતાના મગજમાં અલગ સૌરાષ્ટ્રનો વિચાર લાવવાની જરૂરત છે. આ માંગણી એક બીજ તરીકે વાવવાની છે.

- text