હડમતીયા ગામે દબાણકર્તાએ તંત્રની સામે બાંયો ચડાવી

સરકારી જમીન પર કરેલું દબાણ દૂર કરવાની નોટિસ મળતા સામી અરજી કરી : અન્ય દબાણો દૂર થાય તો જ પોતે દબાણ હટાવશે એવી ચીમકી

હડમતીયા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે દબાણો મામલે ચોરી પર સીનોજોરીની જેમ દબાનકર્તાને તંત્રની નોટિસ સામે ટી.ડી.ઓને અરજી કરીને અન્ય દબાણો હટશે તો જ પોતાનું દબાણ હટાવી લેશે તેવી ચીમકી આપી છે.હડમતીયા ગામે હેલ્થ સેન્ટરની જગ્યા પર થયેલા દબાણને દૂર કરવા તંત્રએ દબાણ કર્તાને નોટિસ આપી હતી જેની સામે દબાણકર્તાએ આવી અરજી કરતા મામલો ગરમાયો છે.

ટંકારા તાલુકાના હડમતીયા ગ્રામ પંચાયતની માલિકીની કોમ્યુનિટીહોલવાળી હેલ્થ એન્ડ વેલ સેન્ટરની જગ્યા પર દબાણ હોવાથી ગ્રામ પંચાયતે દબાણ કર્તાને નોટિસ ફટકારીને દબાણ દૂર કરવાની તાકીદ કરી હતા.ત્યારે સામાપક્ષે આ દબાણ કરનાર ભરતવન ભીખુવન ગોસાઈએ ટંકારાના ટી,ડી.ઓ.ને લેખિતમાં એવી રજુઆત કરી હતી કે,તેમના ગામા ગેરકાયદે બાંધકામ કર્યું છે અને તેમણે સરકારી જમીન પર કરેલું દબાણ હટાવવા તૈયારી દર્શાવી છે.પરંતુ.ગામની અન્ય સરકારી જમીન પર પણ ગેરકાયદે દબાણ થયું છે.આ તમામ દબાણો હટશે તો જ પોતાનું દબાણ હટાવી લેશે તેવું રજુઆતમાં જણાવીને ગામની તમામ સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.ત્યારે દબાણ મામલે દબાણ કર્તા અને ગ્રામ પંચાયત આમને સમને આવ્યું છે.બીજા દબાણો કોને કર્યા છે.તેનો અરજીમાં ઉલ્લેખ કર્યો નથી.દબાણો ઘણા સમયથી હોવાની શક્યતા છે અને રાજકીય વગ ધરાવતા લોકોના દબાણો હોવાની શક્યતા છે.ત્યારે આ દબાણો દૂર કરવામાં કોનું હિત કે અહિત છુપાયેલું છે.ક્યાંક આ દબાણોમાં રાજકીય કિન્નખોરી કે અંગત અદાવત કારણભૂત છે કે કેમ તે અંગે જોરદાર અટકળો થઈ રહી છે.પણ દબાણો મુદે ગામમાં ભારે ગરમાવો આવી ગયો છે.ત્યારે ટી.ડી.ઓ.આ દબાણ મુદે કેવી કાર્યવાહી કરે છે.તે જોવાનું રહ્યું.