મોરબીમાં રેકડીધારકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા કલેકટરને રજુઆત

- text


વારંવાર ટ્રાફિકના અડચણરૂપ રેકડીઓને હટાવી દેવાતાં મુશ્કેલીમાં મુકાતો સામાન્ય વર્ગ : રેકડી ધારકની કલેકટરને રજુઆત

મોરબી : મોરબીમાં સામાન્ય રેકડી ધારકોને વારંવાર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ રેકડીઓ તંત્ર હટાવી દેતું હોવાથી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. વારંવાર રેકડીઓ હટાવી લેવામાં આવતી હોવાથી રેકડી ધારકોની રોજીરોટી છીનવાઈ જાય છે. આથી આ બાબતે રેકડી ધારકએ કલેકટરને રજુઆત કરીને આ સમસ્યાનું કાયમી નિવારણ લાવવા રેકડી ધારકો માટે કાયમી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

- text

આ અંગે મોરબીના રેકડી ધારક વિજયભાઈ જોશીએ જિલ્લા કલેકટર સહિતનાએ રજુઆત કરી હતી કે, મોરબી જિલ્લામાં હજારોની સંખ્યામાં ગેરકાયદે દબાણો છે.પરંતુ માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ સામાન્ય રેકડી ધારકોને નિશાન બનાવીને રેકડીઓ તંત્ર હટાવી નાખે છે. ઘણા રેકડી ધારકો સામાન્ય વર્ગના છે અને શહેરની જુદીજુદી જગ્યાએ વિવિધ ચીજ વસ્તુઓને રેકડીઓ રાખીને ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ રેકડીઓને હટાવી લેવામાં આવી હતી. આથી સામાન્ય વર્ગના રેકડી ધરકોની રોજીરોટી છીનવતા મુશ્કેલી મુકાય ગયા છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે મોટા માથાઓ વગદાર હોવાને કારણે તેમના દબાણોને ઉની આચ આવતી નથી. જ્યારે શહેરમાં જ્યારે જ્યારે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ ત્યારે માત્રને માત્ર સામાન્ય રેકડી ધારકોને જ નિશાન બનાવાઈ છે. આથી સામાન્ય રેકડી ધારકો આવી રીતે વારંવાર મુશ્કેલીમાં મુકાતા હોવાથી આ પ્રશ્નના કાયમી નિરાકરણ માટે રેકડી ધારકો માટે કાયમી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની તેમણે માંગ ઉઠાવી છે.

- text