મોરબી: નારણકા ગામની માત્ર ૪ વર્ષની જિયાંશી સંસ્કૃત શ્લોક ના ઉચ્ચારણ કરે છે

- text


મોરબી : મોરબી તાલુકાના નારણકા ગામના અને શિક્ષક તરીકે નોકરી કરતા ગઢિયા ભાવેશભાઇ રમેશભાઇની માત્ર ૪ વર્ષની જિયાંશી સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરે છે.

બાળક કાલી વ્હાલી ભાષા બોલે તો કોને ન ગમે..? પરંતુ ક્યારેક નાનકડા બાળકની અંદર અનેક કળાઓ છુપાયેલી હોઈ છે આધુનિક યુગમાં ક્યાક ને ક્યાક નવુ શીખવું એ દિશામાં બાળક આગળ વધવા લાગ્યું છે. અનેક બાળકોમાં નાનપણથી જ ખાસિયતો હોય છે. એવી જ એક ખાસિયત માત્ર ૪ વર્ષની જિયાંશી ભાવેશભાઇ ગઢીયા નામની બાળકીમાં છે આજનું નાનું બાળક જ્યારે બોલતા પણ અચકાતું હોય ત્યારે જિયાંશી સંસ્કૃત શ્લોકોના ઉચ્ચારણ સારી રીતે કરે છે અને જેણે હાલ પ્લેહાઉસમાં નર્સરી તરીકે અભ્યાસ પુર્ણ કરેલ છે.

એમના પિતા ભાવેશભાઇ ગઢીયા સાથે વાત કરતા એમણે જણાવ્યું હતું કે, જિયાંશી ને હાલ વાંચતા-લખતા પણ ન આવડતું હોવા છતા એ ૧૦ થી ૧૨ સંસ્કૃત શ્લોકના ઉચ્ચારણ આરોહ-અવરોહ સાથે કરી શકે છે. આ ઉપરાંત ડાન્શ પણ ખુબ સારી રીતે કરી શકે છે.

- text

જોકે જિયાંશીને આટલું બધુ સંસ્કૃત વિશેનું જ્ઞાન ક્યાથી પ્રાપ્ત થયું એ વિશે ભાવેશભાઇ સાથે વાત કરતા જણાયું કે ઘરનું ધાર્મિક વાતાવરણ, સંસ્કાર અને દાદા-દાદી અને મમ્મી-પપ્પાની બાળક પ્રત્યેની રૂચિ અને જવાબદારી નોંધવી પડે છે જિયાંશી દરરોજ રાત્રે સુતા પહેલા પરિવારના સભ્યો પાસે ત્રિકાળ સંધ્યાના શ્લોક બોલાવડાવે છે જોકે આટલી નાની ઉંમરે સંસ્કૃત શ્લોકના ઉચ્ચાર કરવા એ આશ્ચર્યજનક વાત કહેવાય.

- text